ઝાલોદ

ચાઈનીઝ દોરીના ઉપયોગ પર જિલ્લા કલેકટર દાહોદ દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવા છતાં ઝાલોદ નગરના પતંગના એક વેપારીની દુકાનમાં વેચાણ માટે ચાઇનીઝ દોરી રાખી હોવાની બાતમી મળતાં દાહોદ એલસીબી પોલીસે ઓચિંતો છાપો મારી રૂપિયા ૩૧૦૦૦ ઉપરાંત ની કિંમત ની ચાઇનીઝ દોરી ની નાની મોટી ફિરકી યો કથા રી લ પકડી પાડી કબજે લઇ વેપારીની અટક કર્યા નું જાણવા મળેલ છે પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ વાળા ચાઈનીઝ માંજા નાયલોન પ્લાસ્ટિકની દોરી કાચ પાયેલી તથા અન્ય હાનિકારક પદાર્થો થી કોટિંગ કરેલ દોરી તથા પતંગ ચગાવવા માટે ઉપયોગમાં લેવાતા અન્ય હાનિકારક પદાર્થો ના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં ઝાલોદ નગરમાં બાસવાડા નાકા પર આવેલ કલ્પના પતંગ નામની ઝાલોદ ગુલિસ્તાં નગર સોસાયટીમાં રહેતા મુસ્તાકભાઈ અબ્દુલ ગની ખલીફા ની દુકાન માં વેચાણ કરવા માટે ચાઈનીઝ દોરી નો જથ્થો રાખવામાં આવ્યો હોવાની પોતાને મળેલ બાતમીના આધારે એલસીબી પોલીસની ટીમે બાતમી માં દર્શાવેલ સ્થળે છાપો માર્યો હોત.