વડોદરા, તા. ૧૦

શહેરમાં કોર્પોરેશન અને પોલીસતંત્રના મિલીભગતના કારણે ઠેરઠેર જાહેરમાર્ગો પર લારી-ગલ્લાવાળા અને પથારાવાળોએ ગેરકાયદે દબાણો કરી રાહદારીઓ અને વાહનચાલકોના નાકે દમ લાવી લીધો છે પરંતું તેઓની સામે કાર્યવાહી કરવાના બદલે શહેર પોલીસે ટ્રાફિક નિયમનનો ભંગ કરતા વાહનચાલકો સામે જંગી દંડનું શસ્ત્ર ઉગામવાની તૈયારીઓ કરી લીધી છે અને હવે શહેરમાં ટ્રાફિક નિયમનના કોઈ પણ ભંગ બદલ ઓછામાં ઓછા ૫૦૦ રૂપિયાથી લઈ ૧૦ હજાર સુધીનો દંડ મોબાઈલ એપ્લીકેશનની ઘટનાસ્થળે જ વસુલ કરવા માટે તાલીમ પણ આપવામાં આવી છે.

શહેરમાં વાહનચાલકો દ્વારા ટ્રાફિક નિયમોનો ભંગ કરીને વાહનચાલકો અને રાહદારીઓના જીવને જાેખમમાં મુકતા હોવાની પોલીસને વાંરવાર ફરિયાદો મળી રહી છે. શહેરમાં લગાવેલા સીસીટીવી કેમેરા મારફતે ટ્રાફિક નિયમોનું પાલન નહી કરવાના વાહનચાલકો સામે ઈ-ચલણ જનરેટ કરવામાં આવે છે પરંતું કેટલાક સ્થળે સીસીટીવી કેમેરા ન હોઈ ટ્રાફિક નિયમના ભંગ થવા છતાં કાર્યવાહી થઈ શકતી નથી. આ પરિસ્થિતિને જાેતા વડોદરા શહેરમાં ટુંક સમયમાં મોબાઈલ એપ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન નહી કરનાર વ્યકિતઓ વિરુધ્ધ શહેર પોલીસના હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના દરજ્જાના કુલ ૧૫૦૦ જેટલા કર્મચારીઓ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઉભા રહી ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહનચાલકોના મોબાઈલ દ્વારા ફોટો લેવામાં આવશે અને ફોટો લેતાની સાથે જ આધુનિક સિસ્ટમનો ઉપયોગ કરી દંડ –સમાધાન શુલ્ક વસુલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. આજે પ્રતાપનગર હેડ ક્વાટર્સ ખાતે મોબાઈલ એપ્લીકેશનનો ઉપયોગ કરી દંડ વસુલીની પોલીસ અધિકારીઓ-કર્મચારીઓને તાલીમ પણ આપવામાં આવી હતી.

ટ્રાફિક નિયમના ભંગ બદલ સ્થળ પર જ રોકડ તેમજ યુપીઆઈ એપની ઓનલાઈન દંડ ભરી શકાશે તેમજ ઈ-ચલણ જનરેટ કરવામાં આવશે. દંડ ભરતાની સાથે જ તેનો તુરંત વાહનચાલકને એસએમએસ મળશે. જાેકે ટ્રાફિક પોલીસે શહેરમાં વાહનચાલકો માટે દંડની જ ેરકમ નક્કી કરી છે તેની ચુકવણી માટે વાહનચાલકોના ખીસ્સા ખાલી થશે તેમાં નવાઈ નથી. જાેકે પોલીસ તંત્ર માત્ર વાહનચાલકો માટે ટ્રાફિક નિયમના પાલન માટે ઝુંબેશ શરૂ કરી છે પરંતું શહેરમાં પોલીસ અને કોર્પોરેશનના મિલિભગતના કારણે ઠેર-ઠેર જાહેરમાર્ગો પર લારી-ગલ્લાવાળા અને પથારાવાળાઓએ રોડ પર કબજાે કરી મુક્યો છે જેના કારણે પાર્કિંગ માટે પણ જગ્યા મળતી નથી અને વારંવાર ટ્રાફિકજામ થાય છે. જાેકે આ દેખીતા હપ્તાખોરીના ભ્રષ્ટ્રાચાર સામે પણ પોલીસ ઉચ્ચાધિકારીઓ કડક પગલા લે તેવી શહેરીજનોની માગણી છે.

તહેવારનો સમયગાળામાં ચાર દરવાજામાં વચેટિયાઓનું વસૂલી રાજ

શહેરમાં હાલમાં તહેવારોના સમયગાળો શરૂ થતાં જ મંગળબજાર, ન્યાયમંદિર, નવાબજાર, રાવપુરા, લહેરીપુરા અને ચાર દરવાજા વિસ્તારમાં ગેરકાયદે દબાણોનો રાફડો ફાટ્યો છે. જાહેરમાર્ગ પર ગેરકાયદે દબાણો કરવા માટે લારીગલ્લા અને પથારાવાળા પાસેથી કોર્પોરેશન અને પોલીસ તંત્રના જ કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓ એક દિવસના બસોથી પાંચસો રૂપિયાનો હપ્તો વસુલ કરે છે અને હપ્તો ના મળે તો હુમલો પણ કરવામાં આવે છે. આ ભ્રષ્ટ્રાચાર જાહેરમાં ખદબદી રહ્યો છે પરંતું પોલીસ અધિકારીઓને ધ્યાને આ વાત કેમ નથી આવતી તે પ્રશ્ન શહેરના વાહનચાલકો અને રાહદારીઓને અકળાવી રહ્યો છે.

ડ્રાઈવિંગ લાયસન્સ વગર વાહન ચલાવવું ટુ વ્હીલર માટે

રૂા.૨૦૦૦/-

અન્ય વ્હિકલ માટે દંડ

રૂા.૩૦૦૦/-

સેફટી બેલ્ટનો ઉપયોગ ન કરવો

૫૦૦/-

 વીમો લીધેલ ન હોય તેવા વાહન ચાલકો

રૂા.૪૦૦૦/-

સિગ્નલ ભંગ - રોંગ સાઈડ

રૂા.૧૫૦૦/-

રેસિંગ

રૂા.૫,૦૦૦/-

હેલ્મેટ વગર વાહન ચલાવવું

રૂા.૫૦૦/-

અગત્યના ડોક્યુમેન્ટ સાથે ન હોવા

રૂા.૧૦૦૦/-