દિલ્હી-

દિલ્હીમાં આજે સવારે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનની મુખ્ય ઓફિસમાં આગ લાગી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પાર્કિંગ વિસ્તારનાં ઇલેક્ટ્રોનિક રૂમમાં આ આગ લાગી હતી. આગને કારણે સીબીઆઈ ઓફિસમાં અંધાધૂંધી ઉભી થઈ છે, જ્યારે તમામ અધિકારીઓ બિલ્ડિંગની બહાર આવી ગયા છે. મળતી માહિતી મુજબ હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે. દાવો કરવામાં આવ્યો હતો કે, શોર્ટ સર્કિટને કારણે આ આગ લાગી હતી. પાર્કિંગની જગ્યામાંથી ધુમાડો નીકળતો જોઇને અધિકારીઓ ઓફિસની બહાર દોડી ગયા હતા. સુત્રોનાં જણાવ્યા અનુસાર જાન-માલનાં નુકસાનની જાણ થઈ નથી. આગ સવારે 11.35 વાગ્યે શરૂ થઈ હતી. સીબીઆઈ કચેરી પર ઇમરજન્સી કોલ આવી જે પછી ફાયર બ્રિગેડનાં વાહનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.