જૂનાગઢ,તા.૧

ભેસાણ વિસાવદર પંથકમાં સિંહના હુમલા ની ઘટના વારંવાર બને છે. ત્યારે થોડા દિવસો પહેલા જ આ વિસ્તારના માલધારીઓએ હિંસક પ્રાણીઓ ની રંજાવટને લઈ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ત્યારે આજે વહેલી સવારે પાંચ વાગ્યે માલધારી પરિવાર પોતાના ઘેટા બકરા લઈ ભેસાણ તાલુકાના ખારચીયા ગામે રોકાયો હતો. ત્યારે સિંહ દ્વારા હુમલો કરાતા માલધારી મહિલાના કાનમાં ઈજા પહોંચી હતી .જેને લઇ માલધારી મહિલા ને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પાલીબેન મોરીએ જણાવ્યું હતું કે અમે અમારા માલ ઢોર લઈ અને ખારચિયાના પાદરમાં રોકાયા હતા ત્યારે વહેલી સવારના પાંચ વાગ્યે સિંહે હુમલો કર્યો હતો. સિંહે હુમલો કરતા પરિવારના સભ્યો જાગી ગયા હતા. પરંતુ મારા પર સિંહે હુમલો કરતા મને કાનમાં ઈજા પહોંચી છે. અમે અમારા માલઢોર નિભાવવા માટે એક ગામથી બીજે ગામ જઈએ છીએ. ત્યારે સરકાર તરફથી જાે કોઈ રાહત આપવામાં આવે તેવી માંગણી કરીએ છીએ.