ગાંધીનગર-

કોરોના વેક્સીનને લઈ રાજકોટ અને ગાંધીનગરમાં 29 ડિસેમ્બરના રોજ મોકડ્રિલ યોજાવાની છે, ત્યારે ગાંધીનગરમાં યોજાનારી મોકડ્રિલ બાબતે કલેક્ટર કુલદીપ આર્યાએ જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં કુલ ચાર સેન્ટરમાં મોકડ્રિલનું આયોજન કરવામાં આવશે. આ સમગ્ર દિવસ દરમિયાન એક વ્યક્તિને રસી આપવા પાછળ કેટલો સમય થાય છે, તે તમામ બાબતો ઉપર પણ અભ્યાસ કરવામાં આવશે, તેનું પણ ખાસ આયોજન કરવામાં આવશે.

એક વ્યક્તિને કોરોના વેક્સીન આપવા માટે કેટલા સમય જાય છે, તેમજ વ્યક્તિને આપવામાં આવે તો તે વ્યક્તિના ડેટા એન્ટ્રી આધાર કાર્ડની એન્ટ્રી તે વ્યક્તિને કોઈ બીમારી છે કે નહીં તે અંગેનો રિપોર્ટ, વેક્સીનનો પ્રથમ ડોઝ અને ત્યાં ત્યારબાદ બીજો ડોઝ ક્યારે આપવામાં આવે તે તમામ પ્રકારની વિગતનો ડેટાબેઝ પણ જે તે સમયે તૈયાર કરવામાં આવશે.જે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી, વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણી દરમિયાન ચૂંટણી બુથ ઉભા કરવામાં આવે છે, તેવી જ રીતે વ્યક્તિ માટે પણ બુથ ઊભા કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ચૂંટણી બુથની જેમ જ બુથ ઉભા કરવામાં આવે તેવી રીતે પણ આયોજન કરવામાં આવ્યું છે. સૌ પ્રથમ તબક્કામાં 50 વર્ષથી વધુ ઉંમરના લોકો અને 50 વર્ષથી ઓછી ઉંમરના લોકો કે જેને ગંભીર પ્રકારની બીમારી હોય તેવા લોકોને પ્રથમ તબક્કામાં વેક્સીન આપવામાં આવશે.

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે ભારતમાં કોરોના વેક્સીન આવવાની હવે ગણતરીના દિવસો જ બાકી છે. રાજ્ય સરકાર કોરોના વેક્સીન લોકોને આપવામાટેની તૈયારી કરી રહ્યું છે. આ વેક્સીન કોઈપણ વ્યક્તિને આપતા સમયે કઈ રીતે તેનું ધ્યાન રાખવામાં આવશે અને કેટલો સમય એક વ્યક્તિને આપવા માટે થશે તે અંગેનું મંગળવારના રોજ એક મોકડ્રિલનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે મોકડ્રિલ રાજકોટ અને ગાંધીનગરમાં કરવામાં આવશે.