મુંબઇ 

'ધ કપિલ શર્મા શો'નો હોસ્ટ કપિલ શર્મા પરિવારમાં નવા મહેમાનને આવકારવા માટે તૈયાર છે. કોમેડિયન અને હોસ્ટ કપિલ શર્મા બીજીવાર પિતા બનવાનો છે. કપિલની પત્ની ગિન્ની ચતરથ બીજીવાર ગર્ભવતી છે.

કપલના નજીકના સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, ગિન્ની બીજી વખત પ્રેગ્નેન્ટ છે અને જાન્યુઆરી 2021માં તેમના બીજા સંતાનનો જન્મ થશે. કપિલની માતા પણ મુંબઈ આવી પહોંચ્યા છે જેથી તેઓ પ્રેગ્નેન્સીના છેલ્લા મહિનાઓમાં પુત્રવધૂ ગિન્નીનું ખાસ ધ્યાન રાખી શકે છે. ગિન્ની હાલ થર્ડ ટ્રાઈમેસ્ટરમાં છે. 

થોડા દિવસ પહેલા કરવા ચોથ વખતે કપિલની નજીકની મિત્ર અને કોમેડિયન ભારતી સિંહે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ કર્યું હતું. વિડીયોના અંતમાં ગિન્ની જોવા મળી હતી અને તેનો બેબી બંપ પણ દેખાતો હતો. ભારતી અને ગિન્નીએ અન્યો સાથે મળીને કરવા ચોથ સેલિબ્રેટ કરી હતી. દિવાળીની તસવીરો સામે આવી હતી તેમાં પણ ગિન્ની પોતાનો બેબી બંપ ખુરશીની પાછળ છુપાવતી જોવા મળી રહી છે. 

ઉલ્લેખનીય છે કે, આ કપિલ અને ગિન્નીનું બીજું બાળક હશે. હાલ કપિલ અને ગિન્નીની ફૂલ જેવી દીકરી છે અનાયરા. 10 ડિસેમ્બરના રોજ અનાયરા 1 વર્ષની થઈ જશે. ડિસેમ્બરમાં કપિલ અને ગિન્ની માટે સેલિબ્રેશનનો ડબલ મોકો હશે કારણકે 12 ડિસેમ્બરે તેમની બીજી મેરેજ એનિવર્સરી પણ છે.