મુંબઇ

એક્ટર સુશાંત સિંહ રાજપૂત સુસાઇડ કેસ સાથે જોડાયેલાં બોલિવૂડ ડ્રગ્સ કેસની તપાસ કરી રહેલી નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમે એક મોટી ધરપકડ કરી છે.NCBની ટીમે એક્ટર અર્જુન રામપાલ ની ગર્લફ્રેન્ડ ગેબ્રિએળા ડેમેટ્રિએડ્સનાં ભાઇ અગિસિયાલોસ ડેમેટ્રિએડ્ટસની ધરપકકડ કરી છે. અગિસિલાઓસ અર્જુન રામપાલની લિવ ઇન પાર્ટનર ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સનો ભાઇ છે.

NCBએ તેની પાસેથી હશીસ અને એલ્પ્રાઝોલમની ટેબલેટ્સ મેળવી છે. ડ્રગ્સ પેડલર્સની ધરપકડ બાદથી અગિસિયાલોસ ડેમેટ્રિએડ્ટ્સની ડ્રગ્સ ડિલિંગમાં સંડોવણીની વાત સામે આવી હતી. ડ્ર્ગસ કેસમાં NCBએ 22 લોકોની ધરપકડ કરી લીદી છે. હવે ડેમેટ્રિએડ્સનાં રૂપમાં NCBએ 23 લોકોની ધપકડ કરી છે.

NCBનાં સૂત્રો અનુસાર, અગિસિયાલોસ ડેમેટ્રિએડ્સનો તે ડ્રગ્સ પેડલર્સ સાથે સંબંધ છે. જેમની ધરપકડ થઇ છે. NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ Etimesને જણાવ્યું કે, 'ધરપકડ કરવામાં આવેલાં અગિસિયાલોસ સુશાંત સિંહ રાજપૂત કેસ સાથે જોડાયેલાં ડ્ર્ગસ મામલે ડ્રગ્સ પેડલરનાં સંપર્કમાં હતો. આરોપીની આ મામલે ડાયરેક્ટ સંડોવણી છે તેથી તેની ધરપકડ કરવામાં આવી છે. NCBને તેની બે દિવસની કસ્ટડી મળી ગઇ છે.'આપને જણાવી દઇએ કે, ગેબ્રિએલાએ જૂલાઇ 2019માં અર્જુન રામપાલનાં દીકરાને જન્મ આપ્યો હતો. આ પહેલાં અર્જુને પૂર્વ મિસ ઇન્ડિયા મેહર જેસિયા સાથે લગ્ન કર્યા હતાં. આ લગ્નથી અર્જુનને બે દીકરીઓ છે. જેમનું નામ માહિકા અને માયરા છે. 20 વર્ષનાં લગ્ન જીવન બાદ તેમણે એકબીજાથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો.