દિલ્હી-

દેશ અને દુનિયામાં એક થી એક ચઢીયાતી લાઇબ્રેરી છે, પરંતુ અરુણાચલ પ્રદેશમા તમે ક્યારેય જોઇ કે સાંભળ્યું નહી હોય એવી લાઇબ્રેરી એક શિક્ષકે બનાવી છે. 'સ્ટ્રીટ લાઇબ્રેરી' એ અરુણાચલ પ્રદેશના એક નાના શહેરના મીના ગુરુંગ દ્વારા વાચકો માટે વિશ્વનું સૌથી અલગ પુસ્તકાલય શરૂ કર્યું છે. જેઓ વ્યવસાયે સરકારી શાળામાં શિક્ષક છે.

આ લાઇબ્રેરી થોડા દિવસો પહેલા શરૂ કરવામાં આવી છે, પરંતુ તેની વાચકો પર ખૂબ સકારાત્મક અસર થઈ રહી છે. મીના આ નવા આઇડિયાની સફળતાથી ખૂબ જ ખુશ છે. તેમનું કહેવું છે કે પુસ્તકો વાંચવાથી બૌદ્ધિક વિકાસ થાય છે અને ભાષાની સારી સમજ મળે છે. લોકડાઉનને કારણે, લોકો તેમના સ્માર્ટફોન સુધી મર્યાદિત થઈ ગયા છે, જેના કારણે તેઓ અનેક રોગોના શિકાર બન્યા છે.

મીનાની આ લાયબ્રેરીમાં કથાઓ, કવિતાઓ અને આત્મકથા છે, જેને દરેક ઉંમરની વ્યક્તિ વાંચી શકે છે. આ સિવાય મીના ખુશ છે કે કોઈ  લોક ન હોવા છતાં પુસ્તક ચોરાયા નથી. તેઓને પણ ચિંતા નથી હોતી કે આ પુસ્તકાલયમાંથી પુસ્તકોની ચોરી થઈ શકે છે. તે કહે છે કે "જો આ પુસ્તકો ચોરાઈ જાય તો પણ હું ખુશ થઈશ કારણ કે જે કોઈ ચોરી કરે છે તે તેનો ઉપયોગ ફક્ત વાંચવા માટે કરશે".

મીનાને મિઝોરમની 'મિની વે સાઇડ લાઇબ્રેરી' પરથી તેની સ્ટ્રીટ લાઇબ્રેરીમાંથી પ્રેરણા મળી. તેના એક મિત્ર, દેવાંગ હોસાઈએ ઇંગ્લિશ ઓનર્સમાંથી સ્નાતક થયા છે, આ મિત્ર સાથે સ્ટ્રીટ લાઇબ્રેરી શરૂ કરવાનો વિચાર હતો. મીનાની આ લાઇબ્રેરીમાંથી પુસ્તકો વાંચનારા લોકો અને કિશોરો સૌથી વધુ છે. ગુરુંગને સમજાયું છે કે કિશોરો ખુલ્લી જગ્યામાં બેસીને પુસ્તકો વાંચવાનું પસંદ કરે છે, તેથી હવે તેઓ આ પુસ્તકોને ઘરે લેવા દેશે. જેથી તેમને અભ્યાસ કરવાની સ્વતંત્રતા મળે.