અમદાવાદ-

કેદીઓ અને આરોપીઓના કોરોના ટેસ્ટને લઇને રાજયના આરોગ્ય વિભાગે એક મહત્વના આદેશ આપ્યો છે કે કેદી કે આરોપીના કોરોના ટેસ્ટ આરટીપીસીઆર કરવો ફરજિયાત નથી. તેના બદલ એન્ટીજન ટેસ્ટ કરાવી શકાશે. આ અંગે વધુમાં ળતી માહિતી મુજબ અગાઉ આરોપીને કોર્ટમાં રજુ કરતા પહેલા તેનો આરટીપીસીઆર ટેસ્ટ કરાતો જેનો રિપોર્ટ બે દિવસે આવતો હોવાથી આરોપીની પુછપરછ અને અટકાયતમાં હાલાકી પડતી હતી. 

કેદીને કોર્ટમાં રજુ કરવામાં પણ વિલંબ થતો હતો.સ કાનુની રીતે આરોપીની અટકાયત બાદ 24 કલાકમાં ન્યાયાલયમાં રજુ કરવો પડે પણ આરટીપીસીઆર ટેસ્ટમાં આ બાબત શકય નહોતી બનતી. આવા અનેક કારણે હવે સરકારે આરોપીઓ-કેદીઓના એન્ટીજન ટેસ્ટની મંજુરી આપી છે.