નવસારી-

નવસારી જિલ્લાના વાંસદાના ખડકાલા સર્કલ નજીક પૂરઝડપે હંકારી આવેલ ટેમ્પો ચાલકે એક બાઈકને અડફેટે લીધી હતી. સર્જાયેલ અકસ્માતમાં બાઈક પર સવાર ત્રણ વિદ્યાર્થીઓના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા હોવાનું જાણવા મળે છે. વઘઇ તરફથી પૂરઝડપે હંકારી આવેલ આઇસર ટેમ્પો ચાલકે વાંસદાના ખડકાલા સર્કલ પાસે બાઈકને અડફેટે લીધી હતી. આઈસર ટેમ્પોના ચાલક અકસ્માત કરી ફરાર થઇ ગયો હતો ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. આ અકસ્માતમાં યુવાનોને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ તેઓના મોત નિપજ્યાં હતા. મૃતક યુવકો ડાંગ જિલ્લાના વઘઇના રહેવાસી છે. તેઓ કોલેજ પૂર્ણ કરી પોતાના ગામ પરત ફરી રહ્યા હતા ત્યારે જ ખડકાલા સર્કલ પાસે ટેમ્પો સાથે બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો.