નડિયાદ, તા.૫ 

સેવાલિયામાં રહેતા હરેશભાઈ પટેલનો પુત્ર વિરલ ન્યૂઝીલેન્ડ ખાતે અભ્યાસ બાદ જાેબ કરતો હતો. પ્રણયના તાંતણે બાંધવા માટે માતા-પિતાએ પોતાના દેશ ભારતમાં બોલાવી તેનું સગપણ બારડોલીની બાજુમાં આવેલાં મઢી ગામ ખાતે નક્કી કર્યું હતું. યુગલ લગ્નની ગાંઠે બંધાવાના હતાં ત્યાં જ કોવિડ-૧૯ના કારણે લોકડાઉન વિલન બન્યું હતું. જાકે, રાજ્ય સરકાર દ્વારા લગ્ન વિશે અપાયેલી છૂટછાટોમાં આખરે યુગલે સેવાલિયા ખાતે આવેલ ધાર્મિક સ્થળે ફુલહાર વિધિ સાથે લગ્નગ્રંથિથી જાડાયાં બાદ બીજા દિવસે વિરલ અને વિશ્વા સાથે તેમનાં માતા કુંદનબેન અને પિતા હરેશભાઈએ ફૂલ નહીંને ફૂલની પાંખડી સ્વરૂપે ગળતેશ્વર મામલતદારને રૂપિયા ૫૦૦૦નો ચેક કોરોના મુખ્યમંત્રી રાહત ફંડમાં આપી આભાર માન્યો હતો.