અમદાવાદ

સુમુલ ડેરીએ એક લિટરે દુધમાં 2 રૂપિયાનો વધારો કર્યા પછી હવે અમુલે પણ દૂધના ભાવમાં વધારા કર્યો છે. અમુલે એક લિટર દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો કર્યો છે. આ ભાવ આવતી કાલથી લાગુ પડશે. જેને કારણે હવે અમુલની 500 મીલીની થેલી એક રૂપિયો મોંઘી થઈ જશે.

અમુલ ગોલ્ડ ૫૦૦ મીલી પહેલા ૨૮ રૂપિયે હવે ૨૯ રૂપિયે મળશે. તેજ રીતે અમુલ તાજા શક્તિ ટી સ્પેસ્યલ બફેલો દુધ તમામાં લિટરે ૨નો વાધારો કરાયો છે.

ઉલ્લેખનીય છે કે સુરતમાં સુમુલ દૂધના ભાવ વધારાથી હાલમાં વિરોધ ચાલી રહ્યો છે..એમાં અુમુલ દૂધમાં ભાવ વધારો થતા સામાન્ય લોકોનું જન જીવન પર વધુ એક ફટકો પડ્યો છે. કોરોના મહામારીમાં એક તરફ લોકોના ધંધા-રોજગાર ઠપ્પ થઈ ગયા છે. બીજી તરફ મોંઘવારીનો એક પછી એક માર પડી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવની વચ્ચે હવે દૂધના ભાવમાં પણ વધારો ઝીંકાયો છે.