અમદાવાદ-

ભગવાન જગન્નાથજીની ૧૪૪મી રથયાત્રા પહેલાં આજે શુક્રવારે ત્રણેય રથનું પરંપરાગત રીતે પૂજન કરવામાં આવશે. મંદિરના મહંત દિલીપદાસજી, ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝા અને અન્ય ટ્રસ્ટીઓની હાજરીમાં આ રથનું પૂજન કરવામાં આવશે. રથપૂજનમાં કોઈ મહાનુભાવોને આમંત્રણ આપવામાં નથી આવ્યું અને ભક્તો વગર જ માત્ર ગણતરીની સંખ્યામાં લોકોની હાજરીમાં પૂજાવિધિ સંપન્ન કરવામાં આવશે. ૨૪મી જૂને પણ જળયાત્રા કઈ રીતે કાઢવી એ મામલે હજી ર્નિણય લેવાયો નથી. કોરોનાની મહામારીના કારણે ગત વર્ષે રથયાત્રા મંદિર પરિસરમાં જ નીકળી હતી ત્યારે આ વર્ષે પણ જગન્નાથજીની રથયાત્રા નીકળશે કે કેમ એ અંગે ભક્તોમાં અસમંજસ છે. જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝાએ જણાવ્યું હતું કે આવતીકાલે મહંત દિલીપદાસજી અને અન્ય ટ્રસ્ટીઓની હાજરીમાં જ રથનું પૂજન કરવામાં આવશે. અન્ય કોઈ વ્યક્તિઓની હાજરી રહેશે નહીં. ૨૪મી જૂનના રોજ જળયાત્રા યોજવા અંગે હજી ર્નિણય લીધો નથી. જૂન મહિનામાં કેવી પરિસ્થિતિ છે એને જાેઈને ર્નિણય લેવામાં આવશે. શુક્રવારે સવારે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથનું પૂજન કરવામાં આવશે.