અમદાવાદ-

અમદાવાદના કાંકરિયા તળાવમાં રાઈડમાં અકસ્માતને કારણે 2 વ્યક્તિના જાન લેનાર હલકી ગુણવત્તાની એસેમ્બલ રાઈડ લગાવનાર સુપર સ્ટાર એમયૂઝમેન્ટને પીપીપી ધોરણે વસ્ત્રાપુર તળાવમાં પણ 4 મોટી અને 12 નાની રાઈડ નાખવાની મંજૂરી માટેનું કામ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરાયું છે.

વસ્ત્રાપુર લેક ગાર્ડનમાં સુપર સ્ટાર એમ્યુઝમેન્ટને જ 2012 થી કોન્ટ્રાકટ અપાયેલો છે.આ કંપનીનો કોન્ટ્રાકટ કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્કમાં પણ હતો.14 જુલાઈ 2019ના રોજ એસેમ્બલ કરાયેલી ડિસ્કવરી રાઈડ તૂટી પડતા 2 વ્યક્તિના મોત થયા હતા અને 29 લોકોને નાની મોટી ઇજા થઈ હતી.જોકે તે બાદ તપાસ કરતા 23 પૈકી 11 રાઈડ્સ ખામી વાળી હોવાના અગાઉના રિપોર્ટ પહેલા જ આપવામાં આવ્યા હતા.ભાજપ સાથે જોડાયેલા કોન્ટ્રાક્ટર સુપર સ્ટાર એમ્યુઝમેન્ટને જ વસ્ત્રાપુર લેક ખાતે પણ 2012માં કોન્ટ્રાકટ અપાયેલો હતો. 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ ચેરમેન અમુલ ભટ્ટ દ્વારા ભાજપના કયાં નેતાના ઈશારે આ કોન્ટ્રાક્ટરને ફરીથી કોન્ટ્રાકટ આપવામાં આવ્યો તે પણ એક સવાલ ઉભો થવા પામ્યો છે. શુ અમુલ ભટ્ટ કાંકરિયામાં બનેલ બનાવ થી અજાણ છે ? 2 વ્યક્તિ ના જીવ લેનાર રાઈડ ના કોન્ટ્રકટરને ભાજપના કયા નેતા સાથે ઘરોબો છે ? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુપર સ્ટાર એમ્યુઝમેન્ટ કંપની ને વસ્ત્રાપુર તળાવમાં રાઈડ લગાવવાનો કોન્ટ્રાકટ આપવામાં આવતા કોન્ટ્રાક્ટર ને દિવાળી પહેલા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બખમ્બખ્ખા કરાવી દીધા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.