રાનકુવા, વાંસદા તાલુકાના ઘોડમાળ ગામ ખાતે આવેલ અજમલગઢ ને પર્યટન સ્થળ તરીકે ઓળખવામાં આવે તે માટે દસ વર્ષ પહેલાં અજમલગઢ ના વિકાસ માટે સરકારે ગ્રાન્ટ ની ફાળવણી કરી હોવા છતાં વિકાસ ના નામે મીંડું હોવાનું જાણવા મળ્યું છે. કોઈપણ પ્રકારના વિકાસશીલ કાર્યો અજમલગઢ મા કરવામાં આવ્યા નથી દીવસે ને દીવસે આ પ્રવાસી સ્થળ ગણાતા અજમલગઢ નુ વિકાસ દર નીચે ધસતો જાણવા મળે છે. ફાળવવામાં આવેલ ગ્રાન્ટ મા મોટાપ્રમાણમાં ભ્રષ્ટાચાર થયા હોવાની બૂમો પડતી રહી છે. આગેવાન મળીને ગ્રામસભા ઠરાવના આધારે વન વિભાગના જણાવ્યા મુજબ ૨૪/૨/૨૦૨૦ શ્રી બજરંગબલી અજમલગઢ પરીસરીય પ્રવાસન વિકાસ સહકારી મંડળી ના નામે નોંધણી કરવામાં આવી છે જેના કારણે આજરોજ ગામના સરપંચ અને આગેવાનો સહિત ટ્રસ્ટીઓ સાથે અજમલગઢ ખાતે પુજા અર્ચના કરી વિધિવત રીતે ટ્રસ્ટ ને સાફ સફાઈ અને સુવિધાઓ ની દેખરેખ માટે ની જવાબદારી સોંપાઇ હતી.સરપંચ અને આગેવાનો તેમજ વન વિભાગ ને આશા છે કે શ્રી બજરંગબલી અજમલગઢ પરીસરીય પ્રવાસન વિકાસ સહકારી મંડળી વિકાસ ના કામો ને વેગ આપશે અને તમામ લોકો મંડળી સહભાગી થશે.