ડભોઇ, ડભોઇ બોડેલી રોડ ઉપર ઢાલનગર નજીક વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ ના પોલીસ જવાનો વાહન ચેકિંગ કરતાં હતા તે અરસામાં એક ઇગો ગાડી નો ચાલક રોડ ઉપર ઇકો ગાડી મૂકી નજીક ના ખેતરો તરફ ભાગવા લાગેલ જે આધારે તેનો પીછો કરતાં તે ઝડપાયલ નથી પણ ગાડી નું ચેકિંગ હાથ ધરતા ગાડી માં થી કુલ ૩૬૦ બોટલ કિમત રૂ.૧,૦૮,૪૮૦ નો દારૂ નો જથ્થો મળી આવેલ સાથે ગાડી રૂ.૨,૦૦,૦૦૦ બધા મળી રૂ.૩,૦૮,૪૮૦નો મુદામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. ડભોઇ-બોડેલી રોડ પર ઢાલનગર નજીક રોડ ઉપર વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમબ્રાંક્ચના પોલીસ જવાનો અનિરુધ્ધસિંહ, મસૂલભાઈ, વિપુલભાઈ,લાલજીભાઈ, સિધ્ધરાજસિંહ, તેમજ વિજયભાઈ વાહન ચેકિંગ કરી રહ્યા હતા વાહનો ની લાઇન લાગી હોય પાછળથી એક ઈસમ ઇકો ગાડી રોડ પર જ મૂકી ખેતર તરફ ભાગવા લાગેલ જેનો પીછો કરતાં તે ઝડપાયો ન હતો. જેથી શંકા ના આધારે તેની ઇકો ગાડી માં ચેક કરતાં તેમાં વચ્ચે ની તેમજ પાછળ ની સીટ ઉપર વિલાયતી દારૂ ની તેમજ બીયર ના ટીન કુલ ૩૬૦ કિમત રૂ.૧,૦૮,૪૮૦ ના મળી આવેલ જેથી ગાડી રૂ.૨,૦૦,૦૦૦ સહીત રૂ.૩,૦૮,૪૮૦નો મુદામાલ કબજે કરી ઇકો ગાડી મૂકી ભાગી જનાર ઈસમ વિરુધ્ધ ગુન્હો દાખલ કર્યો હતો.