છોટાઉદેપુર

વૈસ્વિક મહામારી કોરોના વાયરસની પરિસ્થિતિમાં સાવચેતી સ્વસ્થ સલામતી ના જાગૃકતા માટે સરકાર દ્વારા જાહેર કરાયેલ આદેશોનું પાલન થવાની સમગ્ર રાજ્યમાં અને ખાસ કરીને છોટાઉદેપુર વિસ્તારમાં નવલા નોરતાની રમઝટ ગાયબ છે છોટાઉદેપુર નગર સહીત જિલ્લામાં ક્યાંય પણ ગરબા ના દ્રસ્યો નજરે ચઢતા નથી.

 છેલ્લા ચાર પાંચ દિવસથી પરંપરાગત રીતે દરેક ગરબા સ્થળ અને માતાજીના મંદિરો માં આરતી પુના અર્ચના નીયમિત કરીને શ્રદ્ધાળુ માઇ ભક્તો આસ્થા પ્રતીત કરી રહ્યા છે કોરોના સંક્રમણ અટકાવવા ની જાહેર સ્વાસ્થ્ય જાળવવા માટે નવરાત્રી ઉજવણી સંદર્ભે સરકાર ના આદેશ મુજબ સામાજિક અંતર માસ્ક પહેરીને સમયની મર્યાદામાં આદ્ય શક્તિનું આરાધના નું પર્વ સ્યમતા પૂર્વક ઉજવી રહેલ છે. નવરાત્રી પર્વ નિમિતે પરંપરાગત રીતે રસ ગરબા ના કાર્યક્રમ પાર નિયંત્રણ મૂકી દેવાના કારણે છોટાઉદેપુર જિલ્લા માં ક્યાંય પણ રસ ગરબાની રમઝટ જોવા મળેલ નથી ખૈલેયાઓ પણ પોતાના ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ક્યાંય જતા નથી માઇ ભક્તો શહેર કે ગામની સોસાયટી હોય કે ગરબા સ્થળ ગરબા મહોત્સવ સ્થાન પાર પરંપરાગત રીતે પૂજા આરતી કરવામાં આવી રહેલ છે દરેક સ્થળ પર સામાજિક અંતર જાળવવાની સાથે માસ્ક પહેરીને પૂજા કરવાના કાર્યક્રમોં યોજાઈ રહેલ છે.