વલસાડ

વલસાડ તાલુકા ના સેગવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં સારવાર અર્થે આવતા દર્દીઓ ને યોગ્ય સારવાર ન અપાતા હોવાની રજુવાત સાથે ગામ ના લોકો એ દવાખાના પર હોબાળો કર્યો હતો.ગામ લોકો દ્વારા હોબળા થયા ની વાત જાહેર થતા ગામ ના સરપંચ સહિત તાલુકા અને જિલ્લા ના ચૂંટાયેલા ભાજપી સભ્યો ના પતિઓ દવાખાના પર દોડતા થયા હતા મળેલી વિગતો પ્રમાણે આજરોજ સેગવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં કર્મચારીઓ તેમની યોગ્ય ફરજ બજાવતા ન હોવાની લોકો એ ઉગ્ર રજુવાત કરી હતી.અકસ્માત થી ઇજાગ્રસ્ત થયેલ દર્દી ને યોગ્ય સારવાર ન આપતા હોવાના આક્ષેપ સાથે લોકો ટોળા માં એકત્ર થઈ દવાખાના ના કર્મચારીઓ ને તેમની ફરજ બાબતે વિવિધ પ્રશ્રો પૂછી મૌન કરી દીધા હતા મુખ્ય ડોકટરે મીડિયા ને જણાવ્યું હતું કે ત્રણ થી ચાર કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા હોવાને કારણે તેવો હોમ કોરોન્ટાઈન થઈ સારવાર હેઠળ છે ગામ ની વિઝિટ પણ કરવી પડતી હોવાને કારણે કર્મચારીઓ ની હાલ માં ઘટ છે પરંતુ સિરિયસ કેસો માં તત્કાલ ધોરણે સારવાર અપાતી જ હોય છે પરંતુ ગામ ની અનેક મહિલાઓ એ તેવો ને બપોરે અહીં દવા આપતા ન હવાનો મીડિયા સામે આક્ષેપ કર્યો હતો મજૂર વર્ગ ના હોવા થી તેવો ને બપોરે જ સમય મળતો હોવાનું તેવો એ જણાવ્યું હતું