અમદાવાદ-

કોરોનાની ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જે બાદ અમદાવાદ જીલ્લા વિસ્તારમાં ૬ થી ૧૨ વર્ષના બાળકોનો સર્વે હાથ ધરવામાં આવ્યો. જેમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ૨ લાખ ૫૯ હજાર વધારે બાળકોના સર્વે દરમિયાન અનેક બાળકો ગંભીર બીમારીવાળા હોવાનું માલુમ પડતાં તત્કાલ આરોગ્ય ટીમો દ્વારા તપાસ શરુ કરવામાં આવશે.

અમદાવાદ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના ત્રીજી લહેરને પહોંચી વળવા માટે કામગીરી શરુ કરી દેવામાં આવી છે. જેમાં ત્રીજી લહેરમાં બાળકો કોરોનાનો શિકાર બની શકે છે. આવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જેથી પહેલા ૬ થી ૧૮ વર્ષના બાળકોનો સર્વે ગત ૫ જુલાઈથી ૧ ઓગસ્ટ દરમિયાન આશાવર્કર અને આંગણવાડીની બહેનો દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં ૨ લાખ ૫૯ હજાર ૬૭૨ બાળકોનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાંથી ૬૯૨ બાળકો હાઈ રિસ્કવાળા હોવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.સર્વેમાં ૬૯૨ બાળકો હાઈ રિસ્ક વાળા ડિટેકટ થયા હતા. ત્યારબાદ આ તમામ બાળકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. જેમાં ૨૦૬ જન્મજાત ખામીવાળા જણાવવામાંઆવ્યા છે. ૧૫૦ બાળકો કુપોષિત જણાવાયા હતા. ૧૩૩ જેટલા બાળકો અલગ અલગ બીમારીના જણાવાયા હતા. તમામ બાળકોને જે તે નજીકના આરોગ્ય કેન્દ્ર પર સારવાર માટે મોકલવામાં આવ્યા છે. મેડીકલ ઓફિસરની તપાસમાં જે બાળકોને જે પ્રકારની સારવારની જરૂર હશે એ તમામને સિવિલ સારવાર માટે ખસેડવાનું આયોજન કરવામાં આવ્યું છે. જાે કોરોનાની ત્રીજી લહેર આવે તો આ તમામ બાળકોને સતત ટ્રેક કરવામાં આવશે જેથી તે બાળકોને કોરોના સંક્રમણથી બચાવી શકાય.