લદ્દાખ-

ભારત-ચીન વચ્ચે એલએસીમાં ટેન્શન યથાવત્‌ છે. હવે ચીને ફિંગર ચાર ઉપર લાઉડસ્પીકર લગાડ્યા છે જેમાં ભ્રમ ફેલાવનારા મેસેજ સાથે પંજાબી ગીતો વગાડી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ મુજબ, 29-30 ઑગસ્ટે પેન્ગોંગ નદીના દક્ષિણ તટમાં ભારતીય સેનાએ રેજાંગ લા અને રેચિન લામાં ચીન સેનાની સામે મક્કમ રહેતા ચીની સેના ટેન્ક અને સૈન્ય વાહન લઈને આવી ગયા, ચીનના સૈનિકોને એમ કે ભારતીય સેના પીછેહટ કરશે પરંતુ આનાથી ઉલટું જ થયું. ભારતીય સેનાએ સામનો કરવાની તૈયારી બતાવી હતી.

આ પરિસ્થિતિમાં ચીનને સમજાતુ નહોતુ કે તે શું કરે તેથી પેન્ગોંગ નદીના ફિંગર ચાર ઉપર પંજાબી ગીત વગાડવાના શરૂ કરી દીધા જેથી ભારતીય સૈન્યનું ધ્યાનભંગ થાય. તેમ જ ચુશુલમાં ચીની સેનાએ મોલ્ડો સૈન્ય ઠેકાણે લાઉડસ્પીકર લગાડ્યા છે. આ લાઉડસ્પીકરના માધ્યમે ચીન ભારતીય સેનાને ભડકાવવાનો પ્રયત્ન કરી રહી છે. તેમ જ પેન્ગોંગ ત્સોમાં ચીન સેના લાઉડસ્પીકર લગાડીને ભારતીય સેનાને સરકાર પ્રતિ ભડકાવવાનો પ્રયત્ન કરી રહી છે. સ્પષ્ટ છે કે ભારતીય સૈન્યનું મનોબળ તોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ચીનનું સૈન્ય ભારત સરકાર માટે જેમતેમ બોલી રહી છે. ચીનની સેનાને ખબર છે કે યુદ્ધ કર્યા વિના યુદ્ધ કેવી રીતે જીતવું. આ માટે તે દરેક પ્રયત્નો કરશે. ૧૯૬૨ના યુદ્ધ પહેલા પણ ચીનની સેનાએ લાઉડસ્પીકર લગાડ્યા હતા. 

ચીનની આ નીતિ હજારો વર્ષ જૂની છે. ચીની સેનાના સૈન્ય રણનીતિકાર સુન જૂએ છઠ્ઠી સદીમાં જ કહ્યું હતું કે યુદ્ધ કુશળતા તેને કહેવાય જે હથિયાર વગર જ જીતી જવાય. અને ચીન પણ ત્યારે તે જ રીતે મનોવૈજ્ઞાનિક યુદ્ધમાં લાગેલું છે.