વડોદરા,તા.૧૩  

વડોદરા શહેરના વાતાવરણમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ અકલ્પનિય પલટો જાેવા મળ્યો છે. સાંજના સમયથી લઈને સવારે નવ વાગ્યા સુધી વડોદરાના આકાશમાં ભારે ધુમ્મસના વાતાવરણથી હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયેલો જાેવા મળ્યો છે. આને કારણે પલટાયેલા હવામાનને લઈને શહેરમાં ગરમીના પારામાં એકાએક સાડા ચાર ડિગ્રી સુધી ઘટાડો જાેવા માનતા ઠંડીનું જાેર વધવા લાગ્યું છે. મોદી સાંજથી જ શહેરીજનો તીવ્ર ઠંડીનો અનુભવ કરી રહયા છે. જેને લઈને એકાએક સ્વેટર, મફલર, ગરમ ટોપી પહેરેલા નાગરિકોની આવનજાવન માર્ગ પર જાેવા મળી રહી છે.ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ત્રીજા દિવસે કેટલાક ઠેકાણે ટાઢોડું છવાયું હતું સમગ્ર રાજયમાં ધુમ્મસની ચાદર છવાઇ ગઇ હતી.રાજ્યમાં ત્રણ દિવસના વાતાવરણમાં પલટાની આગાહી વચ્ચે સવાર સુધીમાં રાજ્યના ૨૮ તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. જેમા નવસારીના વાંસદામાં સૌથી વધુ ૧.૫ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ડાંગના વઘઈમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો બીજી તરફ રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૨ તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં સૌથી વધુ બે ઇંચ જેટલો વરસાદ સુરતના ઉમરપાડા વિસ્તારમાં નોંધાયો હતો છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના પાંચ તાલુકામાં દોઢ ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો હતો. રાજ્યના ૨૧ તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.હવામાન ખાતાની આગાહી મુજબ, ગુજરાતમાં ૧૦ થી૧૨મી ડિસેમ્બર સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ વાતાવરણમાં પલટો આવ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર સક્રિય થયું હોવાથી ઉત્તરથી લઈને દક્ષિણ ગુજરાત સુધીના ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં કાળાડિબાંગ વાદળો છવાઈ ગયા છે. ગુજરાતના ૧૩૬ તાલુકામાં માવઠું પડ્યું હતું. હવે બે દિવસ બાદ ગુજરાતમાં ઠંડીનું જાેર વધશે. બે દિવસ પછી ૩થી ૪ ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાશે. હજુ બે દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હજુ કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે. હવામાનના પલટાની સીધી અસર ખેડૂતો પર પડી છે.

ખેતરોમાં ઊભો પાક અને યાર્ડમાં પડેલો માલ પલળતાં ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે. દરમિયાન વડોદરામાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સવારથી જાેવા મળી રહી છે. સમગ્ર શહેરના વાતાવરણમાં ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ છે. સવારથી જ ધુમ્મસભર્યા વાતાવરણથી લોકોને મુશ્કેલી સર્જાઈ છે. ૫૦૦ મીટરના અંતરે પણ સામેનું વાહન જાેવામાં ચાલકોને મુશ્કેલી પડી રહી છે. લાઈટ ચાલુ રાખીને વાહન ચલાવવું પડે તેવી સ્થિતિ ઉદ્ભવી છે. વાતાવરણ ઠંડું બનતા શહેરમાં ઠંડીનો ચમકારો પણ વધ્યો છે. સામાન્ય દિવસો કરતા તાપમાનમાં સાડા ચાર ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે.વડોદરામાં મહત્તમ તાપમાન દોઢ ડિગ્રી ઘટીને ૨૭.૪ ડિગ્રી થવા પામ્યું છે. જયારે લઘુત્તમ તાપમાન ૧૭.૪ ડિગ્રી નોંધાયું છે.જેને લઈને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ગુજરાતમાં હવે બે દિવસ બાદ વાદળો વિખેરાતાં જ કડકડતી ઠંડી પડશે સમગ્ર રાજ્યના વાતાવરણમાં પલટા સાથે માવઠું થયા બાદ હવે સોમવાર સુધીમાં વાદળો વિખેરાતા જ કડકડતી ઠંડીનો પ્રાંરભ થશે. રાજ્યનાં મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો ૧૦ થી ૧૪ ડિગ્રી નીચે જવાની શક્યતા છે.