અમદાવાદ-

કોરોના મહામારીના કારણે ગુજરાતની સ્થિતિ ખુબ જ ભયાવહ બની ગઇ છે. રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ તથા વડોદરાની તમામ હોસ્પિટલો હાઉસફૂલ થઇ ગઇ છે. ત્યારે સ્થિતિને પહોંચી વળવા પણ રાજ્ય સરકારે કમર કસી લીધી છે પરંતુ સ્થિતિ પર કાબૂ મેળવી શકાયો નથી. ઘણા શહેરોમાં તો સ્મશાનોમાં લાશોની અંતિમક્રિયા માટે પણ લાંબી કતારો જાેવા મળી રહી છે અને આ અંગેના કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે ત્યારે ઘણા લોકોએ હવે કોરોના પ્રત્યે જાગરૂક થઇ જવું ખુબ જ જરૂરી છે. આ અંગે કોવિડ ટાસ્ક ફોર્સ કમિટીના ડૉ. તેજસ પટેલ, ડૉ. વી.એન શાહ, ડૉક્ટર અતુલ પટેલ તથા ડૉ. તુષાર પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને લોકોને માસ્ક પહેરવા તથા ભીડમાં એકઠા ન થવા વિનંતી કરી હતી. આ દરમિયાન ડો. તેજસ પટેલે તો લોકોને બે હાથ જાેડીને વિનંતિ કરી હતી કે, વેક્સિન લઈ લો અને સરકારી ગાઇડલાઇનનું પાલન કરો નહીં તો સ્થિતિ આથી પણ વિનાશકારી બનીને સામે આવી શકે છે.

સરકાર દ્વારા કોરોના અંગે નિમાયેલી ગુજરાતનાં નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ દ્વારા પત્રકાર પરિષદ સંબોધિત કરવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં તમામ ડોક્ટરોએ સ્વિકાર કર્યો હતો કે પહેલાની કોરોના વેવની તુલનાએ આ વેવ વધારે ઘાતક છે અને સ્થિતી પણ ખુબ જ ગંભીર છે. પત્રકાર પરિષદમાં ડોક્ટર તેજસ પટેલે જણાવ્યું હતું કે, આ વાયરસ તમામ માપદંડ તોડી નાંખ્યા છે. આ વાઇરસ અલગ પ્રકારનો છે. તે જે ૪૫ ડિગ્રીમાં પણ જાેવા મળ્યો અને માઈનસ ૪૫ ડિગ્રીમાં પણ જાેવા મળ્યો છે. આ વાયરસ ખુબ જ વિચિત્ર પ્રકારનો છે.

કોવિડ ૧૯ અંગે તજજ્ઞોની ટાસ્ક ફોર્સે કેટલાક સૂચનો પણ આપ્યા હતા. અને લોકોને કોરોના વેક્સિનેશન પ્રત્યે જાગરૂક થઇ કોઈ પણ કંપનીની રસી હોય ઝડપથી લઇ લેવાની સલાહ આપી હતી. કારણ કે, વેક્સીન લીધા પછી રિક્વરી ઝડપી બને છે. વેક્સિન લેવાથી વાયરલ લોડ ઓછો રહે છે અને લૉકડાઉન એ વાયરસ સામે લડવાનો રસ્તો નથી. પરંતુ લૉકડાઉનથી આર્થિક વ્યવસ્થા ખોરવાય છે. માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી છે.

ટાસ્ક ફોર્સના ડોક્ટર વી.એન.શાહે તો ચોખ્ખુ કહ્યું હતું કે, આ એક યુદ્ધ જેવી પરિસ્થિતિ છે માટે મેડીસીન બાબતે ઘણી બધી ગેરસમજ પણ છે તેને દૂર કરી વેક્સિનેશન માટે માસ મુવમેન્ટ ચલાવી પડશે.

ડો. અતુલ પટેલે યુવાનોવે ઘરની બહાર ન જવા અપીલ કરી હતી અને બે માસ્ક પણ બે પહેરવા પર ભાર મૂક્યો હતો. કોઈ પણ જગ્યાએ વેન્ટીલેશ પર ભાર મુક્યો હતો આ દરમિયાન જે હોલમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ તે જગ્યાએ પણ વેન્ટીલેશ ન હોવાની ટકોર કરી હતી. દરમિયાન ૮૦% દર્દીઓને ત્રણ સલાહ આપી હતી કે, આરામ કરવો.. પાણી પીવુંપ પરંતુ અચાનક ગભરાઇને યોગ કરવાનું વધારી ન દેવું જાેઇએ. સાથે જ પેરાસીટામોલ ગોળી જરુરીયાત મુજબ લેવાની સલાહ આપી હતી.

આ સાથે રેમડેસીવીર અંગે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, રેમડેસીવીર ગંગાજળ કે રામબાણ નથી. ડોક્ટૉર તુષાર પટેલે કહ્યું કે, ડી હાઈડ્રએશન ન થાય તેનુ ખાસ ધ્યાન રાખવું જેઇએ. હોમ આઇસોલેશનમાં રહેનાર લોકોએ સતત ઓક્સિજન અને તાપમાન માપતાં રહેવું જાેઈએ. પ્રોન પોસ્ચરમા (ઉલ્ટા) સુવાથી પણ ઓક્સિજન લેવલમાં ફાયદો થાય છે. શ્વાસ ચડે, ઓક્સિજનનું લેવલ ઘટે, થાક લાગે તેવા દર્દીઓએ જ હોસ્પિટલમાં જવું જાેઈએ.