પાટણ,તા.૪ 

પાટણ શહેરમાં દંપતી સહિત ચાર વ્યક્તિ અને વારાહીમાં ૬ વર્ષના બાળક સહિત એક જ પરિવારના ૭ સભ્યો અને રાધનપુરના એક દંપતીના રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લામાં કુલ ૧૪ કેસ નોંધાયા હતા. જ્યારે શહેરમાં કાલી બજારના  ૬૦ વર્ષના મહિલાનું મોત થયું થતા જિલ્લામાં પોઝિટિવ કેસ આંક  ૨૪૦ અને મૃત્યુઆંક ૨૫ પર પહોંચ્યો છે. જિલ્લામાં વધી રહેલ કોરોના સંક્રમણને લઇ આરોગ્ય કમિશ્નર અને જિલ્લા કોરોના સ્પેશ્યલ અધિકારી ઉદ્યોગ કમિશનર બંનેએ  જિલ્લાની  મુલાકાત લઈ વ્યક્તિની સમીક્ષા કરી મોતનો રેશિયો ઘટાડવા માટે સઘન સારવાર કરવા અને સર્વેલન્સ વધારવા માટે સૂચના આપી હતી. આપવા માંગણી કરી હતી.

પાટણ શહેરમાં શુક્રવારે રાજવી બંગલોઝ ખાતે રહેતા ૪૨ વર્ષના પુરુષ, ભઠ્‌ઠી વાડામાં આવેલ હર્ષનગરમાં રહેતા ૩૭ વર્ષના પુરુષ, અવધૂત સોસાયટીમાં રહેતા ૬૫ વર્ષના દંપતીને તાવ શરદી ખાંસી થતા અમદાવાદ ખાતે કોરોના સંક્રમણના લક્ષણો જણાતા સેમ્પલ લેવામાં આવતા ચાર દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે  દાખલ કરાયા  છે. વારાહીના નાના પ્રજાપતિ વાસમાં રહેતા પરિવારના ૭ સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ આવતા એક સાથે ૭ કેસનો વિસ્ફોટ થયો હતો.પાટણ શહેર સહિત જિલ્લામાં કોરોના સંક્રમણ ઝડપથી વધતા ઉપસ્થિતિની સમીક્ષા કરવા રાજ્ય આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે અને રાજ્ય ઉધોગ કમિશ્નર મમતા વર્મા બન્ને મુલાકાતે આવ્યા હતા. વહીવટી અધિકારીઓને સાથે રાખી શહેરમાં કોવિડ હોસ્પિટલ, ક્લિનિક સેન્ટરો, કન્ટેન્ટમેન્ટ ઝોન વિસ્તારોમાં ફરી ડાકટરો અને આરોગ્ય કર્મીઓ સાથે ચર્ચાઓ કરી હતી.