દિલ્હી-

એક તરફ ભારત સહિત વિશ્વ કોરોનાના પ્રકોપથી પીછો છોડાવવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે તો બીજીતરફ ચીનના વધુ એક વાયરસનો ખતરો દેશ-દુનિયા પર દેખાવા લાગ્યો છે. ભારતીય તબીબી સંશોધન પરિષદએ ભારત સરકારને ચેતવણી આપી છે કે ચીનનો કેટ ક્યુ વાયરસ  ભારતમાં એન્ટ્રી કરી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વ્યક્તિઓમાં ફેબ્રીલ બીમારીઓ, મેન્ટિજાઇટિસ અને બાળકોમાં ઇન્સેફલાઇટિસની સમસ્યા ઉભી કરી શકે છે.

આઈસીએમઆરના પુણે સ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના સાત શોધકર્તાઓના હવાલાથી કહેવામાં આવ્યું છે કે ચીન અને વિયતનામમાં કેટ ક્યુ વાયરસની હાજરીની જાણકારી મળી છે. ત્યાં ક્યુલેક્સ મચ્છરો અને પિગમાં આ વાયરસ મળ્યો છે. નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે ભારતમાં પણ ક્યુલેક્સ મચ્છરોમાં કેટ ક્યુ વાયરસ જેવું કંઈ મળ્યું છે. સંસ્થાએ કહ્યુ કે, સીક્યુવી મૂળઃ પિગમાં મળે છે અને ચીનના પાલતૂ પિગમાં આ વાયરસ વિરુદ્ધ ફ્લોરિંગ એન્ટીબોડીઝ મળી આવી છે. તેનો મતલબ છે કે કેટ ક્યુ વાયરસે ચીનમાં સ્થાનીક સ્તરે પોતાનો પ્રકોપ ફેલાવવાનું શરૂ કરી દીધું છે.

વૈજ્ઞાનિકોએ વિભિન્ન રાજ્યોમાં 883 લોકોના સેમ્પલ લીધા અને તેમાંથી બેમાં વાયરસ વિરુદ્ધ એન્ટીબોડી મળ્યા. તપાસમાં જાણવા મળ્યું કે, બંન્ને લોકો એક સમયે સંક્રમિત થયા હતા. ઈન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચમાં જૂન મહિનામાં પ્રકાશિત એક રિસર્ચમાં કહેવામાં આવ્યું કે, વ્યક્તિઓમાં સીરમ સેમ્પલોની તપાસમાં એન્ટી-સીક્યુવી આઈજીજી એન્ટીબોડી મળવી અને મચ્છરોમાં સીક્યુવીનું રેપ્લકેશન કેપેબિલિટીથી જાણવા મળે છે કે ભારતમાં આ બીમારી ફેલાવાની ક્ષમતા રાખે છે. તેવામાં મનુષ્યો અને પિગના વધુ સીરમ સેમ્પલોની તપાસ થવી જાેઈએ જેથી ખ્યાલ આવી શકે કે આ વાયરસ આપણી વચ્ચે પહેલાથી તો હાજર નથી ને.