વડોદરા

વડોદરા શહેર હવે દિવસે દિવસે વધતી જતી સમસ્યાઓને લઈને રોજે રોજ નવા નવા બિરુદ પ્રાપ્ત કરી રહ્યું છે. ત્યારે હવે સંસ્કારી નગરીની ઓળખ ખાડોદરા નગરી તરીકે ઝડપભેર થઇ રહી છે.

અગાઉ શહેરના પ્રોડક્ટિવિટી માર્ગ પર જ ભૂવાઓ અને ખાડાઓ પડતા હતા. પરંતુ હવે ભ્રષ્ટ શાસકોને સતત મળતી જતી સત્તાને લઈને બેફામ બનતા અને ભ્રષ્ટાચાર સામે આંખ આડા કાં કરતા ઇજારદારોની નબળી કામગીરીને લઈને એકપણ વિસ્તાર એવો નથી જ્યા લીકેજ, ભંગાણ ન હોય. કે પછીથી ખાડા ન હોય. શહેરના ફતેપુરા વિસ્તારમાં ચોકી પાસે હજુ એક ભુવો પુરાયો નથી ત્યાં બીજો ભુવો પડતા પ્રજાને માટે જોખમ ઉભું થયું છે.