મહેસાણા-

મહેસાણાની દૂધસાગર ડેરીની ચૂંટણી ૫ જાન્યુઆરીએ પૂર્ણ થઈ હતી. આ ચૂંટણી અત્યંત રસા કસી ભરેલી રહી હતી. જેમાં પરિવર્તન પેનલની જીત થઈ હતી. મહેસાણાની દૂધસાગર ડેરીમાં આજે પરિવર્તન પેનલના જીતેલા ઉમેદવાર અશોક ચૌધરીની ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે. બીજી તરફ વાઈસ ચેરમેન તરીકે ચાણસ્મા બેઠકથી ચૂંટાયેલા અમરત માધાભાઈ દેસાઈની વરણી કરવામાં આવી છે. દૂધ સાગર ડેરીમાં તાજપોષી કરાઈ હતી.

ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં વિપુલ ચૌધરી પેનલની હાર થઈ હતી. બીજી તરફ વિપુલ ચૌધરીના એકહથ્થુ શાસનનો અંત આવ્યા બાદ અશોક ચૌધરીની તાજપોષીને વધાવવા કેન્દ્રીય મંત્રી પી.પી ચૌધરી સહિત ટેકેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અમૂલના એમડી આર. એસ. સોઢી પણ ખાસ ઉપસ્થીત રહ્યા હતા. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના અગ્રણી દૂધ ઉત્પાદકો અને ભાજપના હોદેદારો હાજર રહ્યા હતા.