રાજપીપળા

નર્મદા જિલ્લામાં પણ એક શિક્ષિત યુવાને પોતાના ફેસબુક એકાઉન્ટમાં મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાય એવી પોસ્ટ મુકવાની હરકત કરી હતી, દરમિયાન રાજપીપળા શહેરમાં એ યુવાન વિરુદ્ધ રોષ ફેલાયો હતો.જો કે નર્મદા જિલ્લા પોલીસે એ યુવાન વિરુદ્ધ કાર્યવાહી કરતા મામલો થાળે પડ્યો હતો.

સોશ્યલ મીડીયાના માધ્યમથી અફવાઓ ન ફેલાઇ અને સોશ્યલ મિડીયામાં જાતી વચ્ચેનું ધાર્મિક વૈમસ્ય ન ફેલાય એ અંગે સોશિયલ મીડિયા મોનિટરીં સેલ દ્વારા વોચ રખાઈ રહી છે.નર્મદા જિલ્લા પોલીસ સેલ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી અફવાઓ ફેલાવતા તેમજ કોમી એખાલસતા તોડવા તથા જાતિય વર્ગ વિગ્રહ પેદા કરી વાતાવરણ ડોળવાના પ્રયાસો કરતા ઇસમો ઉપર વોચ રાખી તેમના વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજપીપળાના વડીયા ખાતેની રંગ નગર સિસાયટીમાંં રહેતા એક ખાનગી કંપનીમાં ઈજનેર તરીકે ફરજ બજાવતા સાગર પરમાર નામના યુવાને પોતાના ફેસબુક એકાઉન્ટમાં મુસ્લિમ સમાજની લાગણી દુભાય એવી પોસ્ટ મુકતા શહેરમાં વિવાદ થયો હતો.રાજપીપળા પોલીસ દ્વારા શહેરમાં વર્ગ વિગ્રહ પેદા થાય એ પેહલા જ સાગરભાઈ વસંતભાઇ પરમારને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.