ભરૂચ, ગુજરાત હવે વીજળી ઉત્પાદનનું હબ બનવા જઈ રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર વીજળી ઉતપ્પન ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરી રહી હોય તેમ લાગી રહ્યું છે. જ્યારે વિરોધ પક્ષ એટલ કે કોંગ્રેસના નેતા સંદિપ મંગરોલાએ સરકારની યોજના ઉપર જ પ્રશ્ન ઉભો કર્યો હતો. સંદિપ માંગરોલાના જણાવ્યા અનુસાર દિનકર યોજનાનું નામ બદલી કિસાન સર્વોદય યોજના કરી રાજ્યની ભાજપ સરકાર માત્ર જાહેરાતો અને સમારંભો કરી ખેડૂતોને છેતરે છે. દિવસે વીજળી આપવી એ કોઈ ઉપકાર નથી, ખેડૂતોને ૨૪ કલાક વીજળી આપવી જાેઈએ જે સરકારની ફરજમાં આવે છે. અત્યાર સુધીમા દિનકર યોજના દ્વારા ખેડૂતોને કેટલા કલાક અને ક્યા વિસ્તારમા દિવસે વિજળી આપી એ જાહેર કરવાનો પડકાર રાજ્ય સરકારને ફેંક્યો છે.  માત્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પુરતુ યોજનાઓના નામ બદલી ખેડૂતોને મૂર્ખ બનાવવાનુ કાર્ય વર્તમાન સરકાર કરી રહી હોવાનુ જણાવી રાજ્યના અનેક જિલ્લા સહિત ભરૂચ જિલ્લામા રાજ્ય સરકારના મંત્રીઓ દ્વારા ખોટા પ્રચાર કરવા સમારંભો યોજાય રહ્યા છે જે વખોડવા યોગ્ય છે. સંદીપ માંગરોલાએ ખેડૂતોને આવા કાર્યક્રમોનો બહિષ્કાર કરી વિરોધ નોંધાવવા ખેડૂતોને અનુરોધ કર્યો છે. એક તરફ મોટી મોટી જાહેરાતો, સભાઓ આ બાબતે વર્તમાન સરકાર દ્વારા કરવામાં આવી રહી છે.