શહેરા, શહેરા ના આંકડીયા પરા વિસ્તારમાં ખુલ્લામાં રમાતા જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર દ્વારા છાપો મારતાં ૧૧ જેટલા જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા જ્યારે ૪ જેટલાં જુગારીઓ નાસી જવામાં સફળ રહયા હતા. સ્ટેટ મોનીટરીંગ સેલે રોકડ રકમ , મોબાઈલ અને વાહન મળીને રૂપિયા ૨,૫૯,૯૫૦ ના મુદ્દામાલ સાથે ૧૫ જુગારીઆઓ સામે જુગાર ધારા હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.ગાંધીનગર ને મળી હતી. બાતમીના આધારે વિજિલન્સની ટીમે આંકડીયા પરા વિસ્તારની સીમમાં હાર જીતનો જુગાર રમતા જુગારધામ પર ઓચિંતી રેડ પાડતા જુગારીયા માં નાસભાગ મચી જવા પામી હતી અને અફરાતફરી નો માહોલ સર્જાયો હતો. પોલીસે જુગારધામને ચારેબાજુથી કોર્ડન કરેલ હોવાથી ૧૧ જેટલા જુગાર રમતા જુગારીયાઓ રંગેહાથ ઝડપાઈ જવા પામ્યા હતા.જ્યારે ચાર જુગારીયાઓ સ્થળ પરથી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે સ્થળ પરથી હાર જીતનો જુગાર રમતા અજયકુમાર નાનાભાઈ ભોઈ રહે પ્રણામી સોસાયટી રાજેશ્વરી માતા મંદિર સામે લુણાવાડા, કલ્પેશકુમાર કંચનભાઈ પટેલિયા રહે વસંત સાગર તળાવ પાસે વાવના મુવાડા લુણાવાડા, કરણભાઈ પ્રવીણભાઈ સાગર રહે વિવેકાનંદ સોસાયટી માર્કેટિંગ યાર્ડ ગોધરા,વિનોદ કુમાર કાળીદાસ પટેલ રહે વિગેરેનો સમાવેશ થાય છે.