નસવાડી નસવાડી તાલુકાના કુંડા ગામે નોલીયા બારી ફળિયામાંથી સગર્ભા મહિલાને ત્રણ કિલોમીટર ચાલીને ખાનગી ગાડીમાં સગર્ભા મહિલાને ૧૦૮ સુધી લઈ જવામાં આવી હતી. આઝાદીના વર્ષો પછી પણ આવી સ્થિતિ છે. રસ્તાની સુવિધા ક્યારે મળશે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના આઝાદીના વર્ષો પછી પણ કુંડા ગામે રસ્તાની સુવિધા મળી નથી. એક મહિલાને સગર્ભા મહિલા ને પ્રસુતિનો દુખાવો પડતાં તેના સગા વાળાઓ તેને દવાખાને લઈ જવા માટે જાેલીમાં નાખીને ત્રણ કિલોમીટર ચાલીને પાકા રસ્તા સુધી લઈ ગયા હતા. ત્યારબાદ ૧૦૮ એમ્બ્યુલન્સમાં દવાખાને પહોંચાડી હતી. આઝાદીના આટલા વર્ષો પછી પણ વિકસિત ભારત ગુજરાતની વાતો કરતી સરકાર રસ્તાની સુવિધા આપતી નથી. આદિવાસીઓ જ્યારે બીમાર પડે ત્યારે આવી રીતે જાેલીમાં નાખીને લઈ જવા માટે મજબૂર છે. આ આદિવાસી વિસ્તારના લોકોને પંચાયત માર્ગ મકાન વિભાગ અને રાજ્ય સરકાર રસ્તા માટે ભંડોળ ક્યારે ફાળવશે. નસવાડી તાલુકાના ઊંડાણના ગામડાઓમાં રહેતા આદિવાસીઓને રસ્તાની સુવિધા ન મળતા સરકાર સામે આક્રોશ ઠારવ્યો હતો. જ્યારે નાગરિકોનો મૂળભૂત અધિકાર રસ્તા પાણી વીજળી સુવિધા આપવાની સરકારની જવાબદારી છે અને મૂળભૂત અધિકારો પ્રજાના છે. જ્યારે સરકાર મૂળભૂત અધિકારો આપવામાં પણ પાછી પાણી કરે છે. છોટાઉદેપુર જિલ્લાના અધિકારીઓની નિષ્કાળથી કારણે જેનો ભોગ પ્રજા બની રહી છે. સરકાર આદિવાસીઓની ચિંતા કરી અહીં રસ્તાની સુવિધા કરી આપે તેવી ગ્રામજનોની માંગ છે.