વલસાડ રમાઈ રહેલ ક્રિકેટ ટુર્નામેન્ટ માં રાજસ્થાન ,ઉત્તરપ્રદેશ અને ગુજરાત એમ સ્ટેટ લેવલે ત્રણ રાજ્યો ની ટિમ વચ્ચે મથુરા ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે જેમાં ગુજરાત ની ટીમ માં નવસારી જિલ્લા ના ખેરગામ તાલુકા ના નડગધરી ગામ નો વિકલાંગ યુવાન દિગેશ ભાઈ રમણભાઈ પટેલની પસંદગી થઇ છે. દિગેશ પટેલ ગરીબ આદિવાસી પરિવાર માંથી આવે છે, જન્મજાત વિકલાંગ છે અને તેના માતા પિતા હાથ મજૂરી નું કામ કરે છે.