સાબરકાંઠા

ઉત્તર ગુજરાતના મીની કાશ્મીર તરીકે ઓળખાતા સાબરકાંઠાના પોળો ફોરેસ્ટ પ્રવાસીઓ માટે ફરી એકવાર બંધ કરવામાં આવ્યું છે, જેથી જાે તમે હોળી ધૂળેટીની રજાઓમાં ફરવાનો પ્લાન બનાવતા હોય તો માંડી વાળજાે. સાબરકાંઠા જિલ્લા કલેક્ટરના હુકમ પ્રમાણે આગામી ૨૭ માર્ચથી ૪ એપ્રિલ અને એપ્રિલની ૧૦,૧૧,૧૩,૧૪,૧૭,૧૮,૨૧,૨૪,૨૫ તારીખના રોજ પોલો ફોરેસ્ટ પ્રવાસીઓ માટે બંધ રહેશે. ઉત્તર ગુજરાતના મીની કાશ્મીરમાં વધુ એક વાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાબરકાંઠાના પોળો ફોરેસ્ટમાં સહેલાણીઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ જગ્યા પર ગુજરાતના અન્ય જિલ્લામાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે.

કોરોનાના કારણે ફરી એકવાર મીની કાશ્મીર ગણાતું પોળો ફોરેસ્ટમાં પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ સંદર્ભે જિલ્લા કલેક્ટરે એક જાહેરનામું બહાર પાડીને લોકોને સચેત કર્યા છે. જાણવા મળી રહ્યું છે કે આગામી દિવસોમાં હોળી-ધૂળેટીનો તહેવાર આવે છે, જેના કારણે લોકો અહીં ફરવા આવતા હોય છે. આ વખતે કોરોના સંક્રમણના કારણે લોકોની ભીડ એકઠી ન થાય તેના માટે જિલ્લા કલેક્ટરે એક ર્નિણય કર્યો છે. જેથી પોળો ફોરેસ્ટમાં વધુ એકવાર પ્રતિબંધ મૂકાતા લોકોમાં નિરાશા વ્યાપી ગઈ છે.

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતા સાબરકાંઠામાં આવેલા પોળો ફોરેસ્ટ વિસ્તારમાં પ્રવાસીઓ માટે ફરી એકવાર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આગામી એપ્રિલ માસના અંત સુધીના તમામ શનિવાર અને રવિવારે પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. જાહેર રજાઓ અને તહેવારોના દિવસે પણ પ્રવાસીઓને પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. કોરોના સંક્રમણની સ્થિતિને લઈ ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટર દ્ધારા જાહેરનામું બહાર પડાયું છે.