વડોદરા, તા.૪

દેશનું રાષ્ટ્રીય ગીત સામાન્ય રીતે તમામ લોકોને મોઢે હશે પરંતુ માંડ કેટલાક એવા ભારતીયો હશે જેઓને ભારત સિવાય અન્ય કોઈ દેશના રાષ્ટ્રગીત મોઢે હોય અથવા ખબર હોય છે ત્યારે વડોદરા શહેરના કલાલી રોડ પર રહેતા એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અથર્વ મૂળેને વિશ્વના અનેક દેશોના રાષ્ટ્રગીત કંઠસ્થ છે અને તેના અર્થ પણ જાણે છે. વડોદરાના કલાલી રોડ પર રહેતો અને શહેરની એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો અથર્વ અમિતભાઇ મૂળે દુનિયાના ૮૫ દેશોના રાષ્ટ્રગીત કડકડાટ મોઢે ગાઈ શકે છે અને તે તમામ રાષ્ટ્રગીતના અર્થને સમજી પણ શકે છે. આજથી પાંચ વર્ષ પહેલાં માત્ર જિજ્ઞાસાવશ ઈન્ટરનેટ પર ભારતના રાષ્ટ્રગીતના વિવિધ અંતરા શોધવાનો પ્રયાસ કર્યો હતો અને આ દરમિયાન દેશના પ્રસિદ્ધ ગાયક પંડિત ભીમસેન જાેશીજીના કંઠે ગવાયેલું દેશનું રાષ્ટ્રગીત જન ગણ મન... તેને સાંભળ્યું હતું. આ ગીત સાંભળ્યા બાદ ઈન્ટરનેટ પર જ પાકિસ્તાનનું રાષ્ટ્રગીત પણ તેને સાંભળ્યું હતું અને ત્યાર બાદ વિવિધ દેશના રાષ્ટ્રગીત કેવા હશે, કેવી રીતે ગવાતાં હશે અને તેના ભાવાર્થ શું હશે તે અંગેનો અભ્યાસ શરૂ કર્યો હતો. અથર્વની જિજ્ઞાસાને કારણે તે આજે દુનિયાના ૮૫ જેટલા દેશોના રાષ્ટ્રગીતને મોઢે કરી શક્યો છે. અથર્વ માત્ર દેશનો એકમાત્ર એવો વિદ્યાર્થી જેને ૮૫ દેશોના રાષ્ટ્રગીત મોઢે છે. આ ઉપરાંત તેની એક ખૂબી એ પણ છે કે તે મોટાભાગના કંઠસ્થ રાષ્ટ્રગીતના અર્થ પણ જાણે છે. અન્ય દેશોના રાષ્ટ્રગીત કેવા હશે, તેના રાગ કેવા હશે, શબ્દાર્થ કેવા હશે. આ પ્રકારની જિજ્ઞાસાવૃત્તિને કારણે જ અથર્વ અનેક દેશોના રાષ્ટ્રગીત શીખી શક્યો છે. મહત્વનું એ પણ છે કે અર્થવ ભારતનું રાષ્ટ્રગીત અરેબિક તેમજ તમિલ ભાષામાં પણ ગાઈ શકે છે. આ ઉપરાંત અથર્વનું મરાઠી, હિન્દી, અંગ્રેજી, ગુજરાતી અને તમિલ ભાષાઓ પર સારું પ્રભુત્વ છે. અથર્વએ વિવિધ દેશોના રાષ્ટ્રગીતો સાથે ગુજરાત, તમિલનાડુ, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઓડિશા, આસામ જેવા ભારતના રાજ્યોના રજ્યાગીત પણ કંઠસ્થ છે. અથર્વએ ઈન્ટરનેટના માધ્યમથી વિવિધ દેશોના રાષ્ટ્રગીતની હાર્ડકોપી મેળવી તેને કેવી રીતે ગાઈ શકાય તેનો પણ બારીકાઈથી અભ્યાસ કર્યો છે અને પરિણામે વિવિધ દેશોની અલગ અલગ ભાષામાં રચાયેલા રાષ્ટ્રગીતને આસાનીથી ગાઈ શકે છે. અથર્વ જે દેશોના રાષ્ટ્રગીત શીખ્યો છે તે તમામ રાષ્ટ્રગીતોની સમયમર્યાદાઓ પણ જુદી જુદી છે. જેમકે, સાઉદી અરેબિયાનું નેશનલ એંથમ માત્ર ૨૪ સેકન્ડનું જ છે જ્યારે ઇરાકનું નેશનલ એંથમ સૌથી વધુ સેકન્ડ એટલે કે ૧૩૪ સેકન્ડનું છે. અથર્વને આફ્રિકાના ૧૩, એશિયન દેશોના ૩૯, ઓશિનિયાના પાંચ તો ૭ યુરોપિયન અને ૨ નોર્થ અમેરિકા અને સાઉથ અમેરિકાના ત્રણ રાષ્ટ્રગીતો કંઠસ્થ છે. આ ઉપરાંત તે નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા સહિત ભારતના પાડોશી દેશોના રાષ્ટ્રગીત ગાઈ શકે છે. અથર્વએ કંઠસ્થ કરેલ વિવિધ દેશોના જેવા કે બહામસ, ઇરાક, સાઉથ આફ્રિકા, નેપાળ, અમેરિકા, સુડાન, સિંગાપુર, યુ.કે જેવા દેશોના રાષ્ટ્રગીતનો સમાવેશ થાય છે, જેનો ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સમાવેશ કરવામાં આવેલ છે. અથર્વ મૂળે શહેરની ખ્યાતનામ એમ.એમ.યુનિવર્સિટીમાં હાલમાં અભ્યાસ કરે છે અને તેને સ્નાતક બન્યા બાદ વધુ અભ્યાસ કરીને સાયકોલોજીસ્ટ બનવું છે. અથર્વ વિશ્વના અન્ય જે બાકી રહી ગયા છે તેવા દેશોના રાષ્ટ્રગીતો શીખવા માટે હાલ પ્રયાસ કરી રહ્યો છે. હાલમાં જ્યારે કોરોનાને કારણે અનેક યુવાઓનો અભ્યાસ બંધ થયેલ છે. યુવાઓ હાલમાં ઇન્ટરનેટનો મહત્તમ ઉપયોગ કરી રહ્યા છે ત્યારે ઈન્ટરનેટનો સકારાત્મક ઉપયોગ કરીને કાંઈક નવું સર્જન પણ કરી શકાય તેનું ઉદાહરણ અર્થવ મૂળે છે એમ કહી શકાય. માત્ર ઈન્ટરનેટની મદદથી આજે અનેક દેશોના રાષ્ટ્રગીત શીખનાર અર્થવને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં તાજેતરમાં જ સ્થાન મળ્યું છે એ વડોદરા માટે ગૌરવની વાત છે. વડોદરામાં રહેતો અથર્વ એકમાત્ર દેશનો એવો વિદ્યાર્થી છે કે જેને મોટી સંખ્યામાં વિશ્વના અનેક દેશોમાં રાષ્ટ્રગીત મોઢે આવડતા હોય. મહત્ત્વનું તે આ રાષ્ટ્રગીતો મોઢે તો ગાઈ શકે છે પરંતુ જે તે દેશના રાષ્ટ્રગીતને તેની મૂળ ભાષામાં અને તે જ સૂર અને લયમાં પ્રસ્તુત કરી જાણે છે. કોરોના સમયે હાલમાં અર્થવ પોતાના આ શોખને આગળ વધારીને હાલ તે આપણા દેશના વિવિધ રાજ્યો માટે રચાયેલા રાજ્ય ગીતો પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે અને અત્યાર સુધીમાં ગુજરાત સહિત અન્ય ચાર રાજ્યોના રાજ્ય ગીત તેને કંઠસ્થ કરી લીધા છે. અથર્વના માતા પિતા આ ટેલેન્ટને લઈને ખૂબ જ ગૌરવ અનુભવી રહ્યા છે. ખાસ કરીને અથર્વ જ્યાં રહે છે તે વિસ્તારમાં રહેતા અન્ય વિદ્યાર્થીઓમાં અથર્વ એ એક સેલિબ્રેટી સમાન પંકાયેલો છે. અથર્વએ મેળવેલ સિદ્ધિને લઇને તે હજી વધુ દેશોના રાષ્ટ્રગીત શીખવા માટે તૈયાર થયો છે.