સુરત-

સુરતમાં લિંબાયત અઠવા અને રાંદેરમાં ખૂબ મોટા પ્રમાણમાં કોરોના સંક્રમણ જાેવા મળ્યું હતું. પહેલા અને બીજા તબક્કામાં આ વિસ્તારો રેડ ઝોનમાં આવી ગયા હતા. સૌથી વધુ કેસો આ વિસ્તારોમાંથી આવતા કોર્પોરેશન ખૂબ જ ગંભીરતાથી આ તમામ વિસ્તારોનું નિરીક્ષણ કરતી હતી. લિંબાયત ઝોનને કન્ટેઈનમેન્ટ ફ્રી ઝોન જાહેર કરવાનો પાલિકાએ ર્નિણય લીધો છે. રાંદેર ઝોનમાં હજુ પણ ૩૭ માઇક્રો કન્ટેનઈમેન્ટ એરિયા યથાવત રાખવામાં આવ્યા છે. કુલ ૭૨૩ રહેણાંક મકાનો ઉપર તંત્રની ઝીણવટભરી નજર છે. કોવિડ પોઝિટીવ કેસની ટકાવારી ઘટીને ૦.૩૦ ટકા થઇ છે. રોજના ૫૦થી ઓછા દૈનિક કેસો આવી રહ્યા છે. માઇક્રો કન્ટેઈનમેન્ટ એરિયા અને કલ્સ્ટર ઝોનની સંખ્યા પણ ઘટી છે.

ત્રણ માસ અગાઉ એક સમયે ૧૫૦૦ની સંખ્યાએ પહોંચેલા માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યામાં નોંધનીય ઘટાડો જાેવા મળ્યો છે. હાલ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન ઘટીને માત્ર ૧૧૩ થયા છે. શહેરમાં કોરોના સંક્રમણ ની સ્થિતિ સુધરતાં હવે ધીરે ધીરે કોર્પોરેશન દ્વારા જે વિસ્તારોમાં સિંગલ ડિઝિટમાં કેસો આવી રહ્યા હોવાથી રાહતનો શ્વાસ લીધો છે. કોરોના સંક્રમણની બીજી લહેર પૂર્ણ થઈ ગયું હોય તેવી સ્થિતી હાલ દેખાઈ રહી છે. કોર્પોરેશન દ્વારા જે વિસ્તારોની અંદર કોરોના સંક્રમણ નહીં બતાવી