બનાસકાંઠા-

બનાસકાંઠાના ભાભર પાસે આવેલા ખારા ગામ આગળ એક ગમખ્વાર અક્સ્માત થયાના સમાચાર મળી રહ્યા છે કેમાં એક મારુતિ કાર અને એક બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં બંને વાહનો નો કચ્ચરઘાણ નીકળી ગયો છે, બાઈક સવાર સહીત કારમાં સવાર ત્રણે જણાના ઘટના સ્થળે જ મોત થઇ ચુક્યા છે, અકસ્માત એટલો ભયાનક થયો છે કે બાજુના ખારા ગામના લોકો અકસ્માતના સ્થળે દોડી આવ્યા હતા. અને તરત પોલીસ અને 108 ને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોચીને બધા મૃતકોના મૃતદેહને પીએમ માટે સરકારી દવાખાનામાં મોકલી આપ્યા છે, અને અકસ્માતનો ગુનો નોંધીને તપાસ શરુ કરી દીધી છે.જાણવા મળે છે કે બાઈક સવાર સહીત કારમાં સવાર ત્રણ જણા ખારા ગામના અને એક વ્યક્તિ આકોલી ગામના હોવાથી આખાય ગામમાં શોકની લાગણી ફેલાઈ ચુકી છે. અકસ્માતમાં કુલ ચાર જણાના મોત થયા છે.