મુંબઈ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ વાર્ષિક કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. આ કોન્ટ્રાક્ટ ઓક્ટોબર ૨૦૨૦થી સપ્ટેમ્બર ૨૦૨૧ સુધી અમલમાં રહેશે. બીસીસીઆઈના કોન્ટ્રાક્ટમાં એ ગ્રેટમાં ત્રણ ખેલાડીને સ્થાન મળ્યું છે. જેમાં કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓને વાર્ષિક સાત કરોડ રૂપિયા મળશે. તો ગ્રેડ એમાં કુલ ૧૦ ખેલાડીઓનો સમાવેશ થાય છે. જેને વાર્ષિક પાંચ કરોડ મળશે. તો ગ્રેડ બીમાં પાંચ ક્રિકેટરોને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જેને વાર્ષિક ત્રણ કરોડ રૂપિયા મળશે. ગ્રેડ સી કોન્ટ્રાક્ટમાં ૧૦ ખેલાડીઓનો સમાવેશ થાય છે. આમ કુલ ૨૮ ખેલાડીઓને બીસીસીઆઈનો વાર્ષિક કોન્ટ્રાક્ટ મળ્યો છે. 


ગ્રેડ એ પ્લસ (૭ કરોડ રૂપિયા)

વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ


ગ્રેડ એ (૫ કરોડ રૂપિયા) 

આર. અશ્વિન, રવિન્દ્ર જાડેજા, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, શિખર ધવન, કેએલ રાહુલ, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા, રિષભ પંત, હાર્દિક પંડ્યા


ગ્રેડ બી ( કરોડ રૂપિયા) 

રિદ્ધિમાન સાહા, ઉમેશ યાદવ, ભુવનેશ્વર કુમાર, શાર્દુલ ઠાકુર,મયંક અગ્રવાલ


ગ્રેડ સી (૧ કરોડ રૂપિયા) 

કુલદીપ યાદવ,નવદીપ સૈની,દીપક ચાહર,શુભમન ગિલ,હનુમા વિહારી,અક્ષર પટેલ,શ્રેયસ અય્યર,યુજવેન્દ્ર ચહલ,મોહમ્મદ સિરાજ.