મુંબઈ-

ટીમ ઈન્ડિયાએ શાનદાર રીતે ઓવલ ટેસ્ટને જીતી છે. જોકે, BCCI ટીમના કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલીથી નારાજ છે. કારણ કે, ગયા સપ્તાહે શાસ્ત્રી અને વિરાટ લંડનમાં એક ભીડવાળી જગ્યાએ ગયા હતા. ત્યારબાદ રવિવારે રવિ શાસ્ત્રી કોરોના સંક્રમિત થયા છે. એક રિપોર્ટ મુજબ, રવિ શાસ્ત્રી અને કોહલી કેટલાક બીજા ટીમ મેમ્બર્સની સાથે બુક લોન્ચ ઈવેન્ટમાં ગયા હતા. બંને સ્ટેજ પર પણ ગયા હતા. આ ઈવેન્ટમાં જવા માટે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ પાસેથી મંજૂરી પણ લેવામાં આવી નહતી. જ્યારે ટીમ આ ઈવેન્ટમાં પહોંચી તો સમગ્ર રૂમ લોકોથી ભરેલો હતો. BCCI આ લાપરવાહીથી નારાજ છે. કારણ કે, કોરોના મહામારી દરમિયાન આ પગલું ટીમના આરોગ્ય અને સમગ્ર પ્રવાસને સંકટમાં મૂકી શકતું હતું. કોરોનાના કારણે ક્રિકેટર્સે ખૂબ જ ધ્યાન રાખવું પડતું હોય છે. જોકે, તેમ છતાં ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રી કોરોના સંક્રમિત થયા છે. ત્યારે BCCI ટીમના કોચ અને કેપ્ટન વિરાટ કોહલીથી નારાજ છે. કારણ કે, ગયા સપ્તાહે શાસ્ત્રી અને વિરાટ કોહલી લંડનમાં એક ભીડવાળી જગ્યાએ ગયા હતા. ત્યારબાદ રવિવારે રવિ શાસ્ત્રી કોરોના સંક્રમિત થયા હતા.