મુંબઈ

ભારતીય ટીમના પૂર્વ સ્પિનર રમેશ પોવારને મુંબઈ ક્રિકેટ એસોસિએશન (એમસીએ) દ્વારા મુંબઈ ટીમના નવા કોચ તરીકે નિમણૂક કરવામાં આવી છે. રમેશ પોવાર અમિત પગનીસની જગ્યા લેશે, જેણે સૈયદ મુસ્તાક અલી ટી-૨૦ ટૂર્નામેન્ટમાં ટીમના નબળા પ્રદર્શન બાદ મુંબઈના કોચ પદથી રાજીનામું આપ્યું હતું. એમસીએ અધિકારીએ મંગળવારે કહ્યું કે પોવાર ભારતીય મહિલા ટીમના પૂર્વ કોચ આ સીઝન માટે મુંબઈના કોચ રહેશે.

પોવારએ ક્રિકબઝને કહ્યું, "મારી ક્ષમતા પર વિશ્વાસ કરવા બદલ હું એમસીએ અને સીઆઈસીનો આભારી છું. હું ટીમમાં સકારાત્મક વાતાવરણ બનાવવા અને ટીમને સકારાત્મક બ્રાન્ડ બનાવવા માટે આતુર છું, જેના માટે મુંબઈની ટીમ જાણીતી છે. હું આગળ કામ માટે તૈયાર છું. "

કોચ તરીકે પોવારની પ્રથમ ટૂર્નામેન્ટ વિજય હઝારે ટ્રોફી હશે, જેમાં મુંબઇની ટીમ મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને પુડુચેરીની સાથે ગ્રુપ-ડીમાં છે.