દિલ્હી-

કોરોના વાયરસની વિરુદ્ધ સૌથી અસરકારક હથિયાર વેક્સિન છે અને હવે એક નવી સ્ટડીમાં આ વાતની પુષ્ટિ થઈ છે. કોરોના વેક્સિનનો એક ડોઝ પણ આનાથી થનારા મોતને રોકવામાં ઘણી હદ સુધી સક્ષમ છે. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ – નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ એપિડેમિયોલોજીના રિસર્ચ પ્રમાણે કોરોના વેક્સિનનો એક ડોઝ કોરોના વાયરસના કારણે થનારા મોતને રોકવામાં ૮૨ ટકા અસરકારક છે, જ્યારે વેક્સિનના બે ડોઝ લેવા પર આ ૯૫ ટકા પ્રભાવશાળી છે.

કોરોના વાયરસથી થનારા મોતને રોકવાને લઇને કોરોના વેક્સિનની અસરકારકતાનું આ અધ્યયન તમિલનાડુના હાઈ રિસ્ક ગ્રુપમાં કરવામાં આવ્યું છે. આની રિપોર્ટ ઇન્ડિયન જર્નલ ઑફ મેડિકલ રિસર્ચમાં ૨૧ જૂનના પ્રકાશિત થઈ હતી. તમિલનાડુ પોલીસ વિભાગ બીજી લહેર દરમિયાન પોલીસ કર્મચારીઓના થયેલા મોત અને વેક્સિનેશન ડોઝને જાણકારીને રેકોર્ડમાં રાખી રહી હતી. આ ઉપરાંત તેમણે હૉસ્પિટલમાં ભરતી થવા અને વેક્સિનેશનની તારીખનો પણ રેકોર્ડ રાખ્યો.

આઇસીએમઆર-એનઆઇઇના ડાયરેક્ટર ડૉ. મનોજ મુર્હેકરે જણાવ્યું કે, આ ડેટાનો ઉપયોગ વેક્સિનેટેડ પોલીસ કર્મચારી અને કોઈ વેક્સિન ના લગાવી ચુકેલા પોલીસ કર્મચારીઓના કોરોનાથી થનારા મોતને લઇને સંશોધન કરવામાં આવ્યું. તમિલનાડુ પોલીસ વિભાગમાં ૧,૧૭,૫૨૪ પોલીસ કર્મચારીઓ છે. ૧ ફેબ્રુઆરીથી ૧૪ મેની વચ્ચે ૩૨,૭૯૨ પોલીસ કર્મચારીઓને વેક્સિનનો એક ડોઝ, ૬૭,૬૭૩ પોલીસ કર્મચારીઓને બંને ડોઝ આપવામાં આવ્યા. ૧૭,૫૦૯ પોલીસ કર્મચારીઓને આ દરમિયાન વેક્સિનનો એક પણ ડોઝ નહોતો આપવામાં આવ્યો. ૧૩ એપ્રિલથી ૧૪ મેની વચ્ચે ૩૧ પોલીસ કર્મચારીઓના મોત થયા.