દિલ્હી-

કેન્દ્રીય ભાજપ સંગઠન તરફથી હાલમાં એક મોટી ખબર આવી રહી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેના કારણે ઉત્તરાખંડમાં હડકંપ મચી ગયો છે. જેપી નડ્ડાએ કોરોના પોઝિટીવ હોવાની વાત ટ્વીટર દ્વારા કરી હતી. તેમને હાલ હોમ આઈસોલેસનમાં રાખવામાં આવ્યા છે.   જેપી નડ્ડા તરફથી આ પ્રકારના સમાચાર મળ્યા બાદ તેમના તમામ કાર્યક્રમો રદ કરી દેવામાં આવ્યા છે. જોકે છેલ્લા કેટલાક દિવસોથી તેઓ બંગાળના પ્રવાસે પણ હતા. આ અગાઉ તેઓ ચાર દિવસ પહેલા ઉત્તરાખંડમાં પણ રોકાયા હતા. જેપી નડ્ડા કોરોના પોઝિટીવ આવ્યાની ખબર મળતા જ ઉત્તરાખંડ ભાજપમાં ફફડાટ મચી ગયો છે.