વડોદરા : ભાજપે ૬ મહાનગરપાલિકાના ઉમેદવારોના નામ જાહેર કર્યાં. જેમાં વડોદરાના ઉમેદવારોનું લિસ્ટ પણ જાહેર કર્યું. જ્યારે ઉમેદવારોનું લિસ્ટ જાહેર થયું તો વોર્ડ ૭ ના ભાજપના કાર્યકર ગીતાબેન રાણાએ હોબાળો મચાવ્યો હતો. પોતાનું નામ જાહેર ન થતાં ગીતાબેન પાર્ટી કાર્યાલય પર પહોંચી ગયાં હતાં અને હોબાળો કર્યો હતો. એટલું જ નહિ, ગીતાબેન રાણા જાેરજાેરથી રડવા લાગ્યાં હતાં. ટિકિટ ન મળતાં ગીતાબેન રાણા રડી પડ્યાં હતાં. ત્યારે શહેર ભાજપ મહામંત્રી રાકેશ સેવકે ગીતાબેન રાણાને સમજાવ્યા હતા. ત્યારે ગિન્નાયેલા ગીતાબેને અપક્ષમાં લડવાની જાહેરાત કરી હતી.