વડોદરા, તા.૧૩

વડોદરા જિલ્લા ભાજપા કાર્યાલય વંદે કમલમ નું આજે પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તાજેતરમાં જ ભાજપમાં જાેડાયેલ પૂર્વ રેલ રાજ્ય મંત્રી નારણ રાઠવાએ કહ્યુ હતું કે, હાલમાં કોંગ્રેસ પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે. કોંગ્રેસના જે લોકસભા લડે તેવા ઉમેદવારો આજની તારીખમાં રહ્યા નથી. હાલમાં સુખરામભાઈ રાઠવા ઉમેદવાર તરીકે છે. અમે ભારતીય જનતા પાર્ટી સાથે જાેડાયા છે ત્યારે પાર્ટીના સંઘઠનને મજબૂત કરવાના પ્રયાસો કરીશું. જે કોઈ ઉમેદવાર પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા નક્કી કરાશેે તેની સાથે મળી અને જીતાડવાની કોશિશ કરીશું.

તેમણે કહ્યુ હતુ કે, રાહુલ ગાંધીની ભારત જાેડો ન્યાય યાત્રામાં ખુબ ઓછી ભીડ હતી. આ યાત્રાની ચૂંટણી પર કોઈ અસર થશે નહી. છોટાઉદેપુરમાં મોટાભાગના કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જાેડાઈ ગયા છે. છોટાઉદેપુરમાં ભાજપ જેને પણ ઉમેદવાર બનાવશે તેને જીતાડવા માટે અમે મહેનત કરીશુ.

તેમણે એમ પણ કહ્યુ હતુ કે, સુખરામભાઈ રાઠવાનું વ્યક્તિગત મત શુ છે તેની મને ખબર નથી. ચૈતર વાસવાને આપે ગઠબંધન કરી ટીકીટ આપી છે. તેઓના વિસ્તારામાં કેટલો ફળીભૂત થાય છે તે તો તેઓનું સંગઠન જાણે. આ કાર્યક્રમ બાદ પણ છોટાઉદેપૂર જીલ્લામાં મોટી સંખ્યામાં લોકો ભાજપમાં જાેડાશે આબાબતે અમે આજે પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશ પ્રભારી સાથે વાતચીત કરી અને તારીખ લઈ અને પછી કાર્યક્રમ કરીશું. ગુજરાતમાં ફરી ભાજપ લોકસભાની તમામ ૨૬ બેઠકો જીતશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.