રાજકોટ-

રાજકોટ જિલ્લામાં સતત વધી રહેલા કેસ અને સ્થિતિ બેકાબૂ બનતા આરોગ્ય અગ્ર સચિવ ફરી રાજકોટ પહોંચ્યા છે. રાજકોટ જિલ્લામાં સતત વધી રહેલા કેસ અને સ્થિતિ બેકાબૂ બનતા આરોગ્ય અગ્ર સચિવ ફરી રાજકોટ પહોંચ્યા છે. આજે તેમણે રાજકોટમાં અધિકારીઓ સાથે બેઠક યોજી અને સ્થિતિની સમીક્ષા કરી હતી.

બેઠક બાદ મીડિયા સાથે રૂબરૂ થતાં તેમણે જણાવ્યું હતું કે, શહેરમાં સરવેના ૩ રાઉન્ડ પૂર્ણ કરવામાં આવ્યા છે, સોસાયટીમાં કોવિડ વોલિન્ટિયર્સ બનાવાયા છે,હાલ રાજકોટમાં ૯૦૦ બેડ ઉપલબ્ધ છે. તેમજ દવાનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે. રાજકોટ ગ્રામ્યમાં કુલ ૨૩૨૧ પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજકોટ જિલ્લામાં હાલ ૫૮૮ કેસ એક્ટિવ છે. શહેરની તમામ સરકારી કચેરીઓમાં કર્મીઓ કોરોનાગ્રસ્ત છે. ૨૦૦થી વધુ મનપાના કર્મચારીઓ સંક્રમિત થયા છે. કલેક્ટર ઓફિસમાં ૨૫ કર્મચારીઓ સંક્રમિત થયા છે. પોલીસ વિભાગ અને જિલ્લા પંચાયતમાં પણ સંક્રમણ ફેલાયું છે. રાજકોટમાં ૧૨૫થી વધુ તબીબો પણ કોરોના સંક્રમિત છે.