છોટાઉદેપુર, તા.૮ 

છોટાઉદેપુર જીલ્લા ના કવાંટતાલુકા ના આઇ.સિ.ડી.ઍસ ઘટક-કવાંટ-૧ ના આંગણવાડી કેન્દ્રોમા તારીખ-૦૧ ઓગસ્ટ-૨૦૨૦ થી ૦૭-૮-૨૦૨૦ દરમ્યાન વિશ્વસ્તનપાન સપ્તાહ ની ઉજવણી કરવામા આવી જેમાં આંગણવાડી કાર્યકર દ્વારા ધાત્રિમાતા ને ગૃહમુલાકાત કરીને સ્તનપાન ના ફાયદા અંગે માર્ગદર્શન આપવામા આવ્યુ.અને સ્તનપાન નુ નવજાતશિશુ ના જીવન મા મહત્વ અંગે જાણકારી આપવામા આવી..તેમજ પાલકવાલી દ્વારા ધાત્રિમાતા સાથે ટેલિફોનિક વાત કરીને સ્તનપાન અંગે માર્ગદર્શન પુરુ પાડવામા આવ્યુ.જિલ્લાકક્ષા એથી પ્રોગ્રામ ઓફિસર,ડિસ્ટ્રિક્ટ કોર્ડિનેટર દ્વારા વેબિનાર દ્વારા ધાત્રિમાતા સાથે વાત કરીને સ્તનપાન અંગે માર્ગદર્શન પુરુ પાડવામા આવ્યું હતું. તાલુકાકક્ષા ઍ થી તાલુકાવિકાસઅધિકારી તાલુકા હેલ્થ ઓફિસર, મેડીકલ ઓફિસ, સિ.ડિ.પી.ઓ , બ્લોકકોર્ડિનેટર અને મુખ્યસેવિકા દ્વારા ધાત્રિમાતા સાથે ટેલિફોનિક તેમજ વિડિઓકોલ દ્વારા ધાત્રિ માતા ને સ્તનપાન અંગેની જાણકારી આપવામા આવી હતી.