દિલ્હી-

ભારત અને ચીનની સરહદ પર તણાવ છે. ચીને ફરી એકવાર ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો, જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો. દરમિયાન, ચીન હવે ભારત પર વાતાવરણ બગાડવાનો આરોપ લગાવી રહ્યો છે. ચીનના દૂતાવાસના પ્રવક્તા જી રોંગે આ મુદ્દે નિવેદન જારી કર્યું છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તાજેતરની પરિસ્થિતિ અંગે ચીને ભારત સમક્ષ વિરોધ નોંધાવ્યો છે, સાથે જ ભારતને પોતાની સેનાને નિયંત્રણમાં રાખવા જણાવ્યું છે. તે જ સમયે, ભારતને સરહદ પર સૈનિકો પાછો ખેંચવાની અપીલ કરવામાં આવી છે, જેથી સ્થિતિ કોઈપણ રીતે બગડે નહીં. જો સૂત્રોની વાત માનીએ તો આ વિરોધ ચીન દ્વારા રાજદ્વારી અને સૈન્ય સ્તરે કરવામાં આવ્યો છે. ચુશુલમાં બ્રિગેડિયર લેવલની વાટાઘાટમાં પણ ચીને આ મુદ્દો ઉઠાવ્યો હતો.

ચીની દૂતાવાસીના પ્રવક્તા વતી એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે 31 ઓગસ્ટે ભારતીય સૈનિકોએ તમામ કરારો તોડી નાખ્યા હતા અને પેંગોંગ તળાવ નજીક ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. ચીનના પ્રવક્તા દ્વારા કરવામાં આવેલા આ આરોપો અંગે ભારત તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી.