છોટાઉદેપુર-

છોટાઉદેપુર જિલ્લાના નાગરિકો માટે પાણી પુરવઠા વિભાગ હસ્તકની ₹ 601.88 કરોડની વિવિધ પાણી પુરવઠા યોજનાઓનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત તથા વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. વિશ્વમાં કોરોના મહામારીને કારણે વિકાસની ગતિ થંભી ગઇ છે, પણ ગુજરાતે આ મહામારીનો મજબૂતાઇથી સામનો કરીને વિકાસની ગતિ અવિરત રાખી છે. આદિવાસી યુવાનો તબીબ, ઇજનેર બને તે માટે શિક્ષણની સુવિધાનો વ્યાપ વધાર્યો છે. ગુજરાતને પાણીદાર રાજ્ય બનાવવું છે. રાજ્યમાં વીજગ્રિડ અને ગેસની ગ્રિડની જેમ જ પાણી વિતરણ માટે એક લાખ કિલોમીટર લાંબી પાઇપ લાઇનની વોટર ગ્રિડ ઉભી કરી છેવાડાના ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડ્યું છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીને કારણે વિકાસની ગતિ થંભી ગઇ છે, પણ ગુજરાતે આ મહામારીનો મજબૂતાઇથી સામનો કરીને વિકાસની ગતિ અવિરત રાખી છે. કોરોના કાળ ચાલતો હોવા છતાં પણ છેલ્લા પાંચ માસમાં રાજ્યમાં રૂ. ૨૫ હજાર કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી લોકસુવિધાને બહેતરીન બનાવવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે જિલ્લાના નાગરિકોની જનસુવિધા અને સુખાકારી માટે રૂ. ૬૧૩.૧૯ કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે રૂ. ૬૦૧.૮૮ કરોડના વિકાસ કામોનો પણ આ વિકાસકામોમાં સમાવેશ થાય છે.