વડોદરા : વડોદરા શહેરના અકોટા ગાર્ડન નજીક આવેલ વૈભવી સનસ્ટોન કોમ્પલેક્સમાં રહેતી પરપ્રાંતીય અને આઈટી કંપનીના એચ.આર.ડિપાર્ટમેન્ટમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતી ર૪ વર્ષીય યુવતીએ આજે ભેદી સંજાેગોમાં તેના ફલેટમાંથી ગળાફાંસો ખાઈ આપઘાત કરેલી હાલતમાં મળી આવી હતી. આ બનાવને પગલે ગોત્રી પોલીસ મથકનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ફાયર બ્રિગેડની મદદથી ફલેટનો દરવાજાે ખોલવામાં આવ્યો હતો. 

આ ચકચારી બનાવની વિગતો જાણવા મળ્યા મુજબ શહેરના અકોટા ગાર્ડન પાસે આવેલ સનસ્ટોન નામના કોમ્પલેક્સમાં પરપ્રાંતીય યુવતી દીપિકા રાજપૂત (ઉં.વ.ર૪) એકલી રહેતી હતી અને આઈ.ટી. કંપનીના એચ.આર. ડિપાર્ટમેન્ટમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતી હતી. દીપિકા છેલ્લાં બે દિવસથી ઓફિસે જાેબ પર જતી ન હોવાથી તેની સાથે જાેબ કરતા સહ કર્મચારીઓએ તેનો મોબાઈલ ફોન પર સંપર્ક કરવા પ્રયત્નો કર્યા હતા પરંતુ છેલ્લા બે દિવસથી દીપિકા રાજપૂત તરફથી કોઈ રિસ્પોન્સ ન મળતાં સહ કર્મચારીઓ દીપિકાના નિવાસસ્થાને ફલેટ ખાતે આવી પહોંચ્યા હતા. જાે કે, સ્થાનિકોના જણાવ્યા અનુસાર બે દિવસથી ફલેટનો દરવાજાે બંધ હોવાનું જાણવા મળતાં શંકા-કુશંકાના વમળો સર્જાયાં હતાં. આ બનાવની જાણ ગોત્રી પોલીસ મથકને કરવામાં આવતાં પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જાે કે, ફલેટનો દરવાજાે ન ખૂલતાં પોલીસને ફાયર બ્રિગેડની મદદ લેવી પડી હતી. ફાયર બ્રિગેડનો સ્ટાફ સીડીવાટે ફલેટની ગેલેરીમાં પહોંચીને જાેતાં દીપિકા રાજપૂત ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ હાલતમાં નજરે પડી હતી. તે બાદ ફલેટનો દરવાજાે ખોલતાં પોલીસ તથા તેણીના સહ કર્મચારીઓ અને ફલેટના રહીશોને દીપિકા આપઘાત કરેલ હાલતમાં જાેવા મળી હતી. પોલીસે દીપિકા રાજપૂતના ફલેટમાં આપઘાતના બનાવ સંદર્ભે ઝીણવટપૂર્વક તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી તેણીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસડયો હતો. રહસ્યના વમળો સર્જાતાં દીપિકા રાજપૂતના આપઘાતના બનાવની પાછળ પ્રેમપ્રકરણ, નોકરીના સ્થળે હેરસમેન્ટ કે પારિવારિક અણબનાવ વગેરે કારણોને પોલીસે એ દિશા તરફ તપાસનો દોર લંબાવ્યો છે અને તેણીના સગાંસંબંધીઓનો સંપર્ક કરી આપઘાતના બનાવની જાણ કરી હતી. જાે કે, યુવતીના સગાંઓ વડોદરા આવવા માટે નીકળ્યા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે દીપિકા રાજપૂતનો મોબાઈલ પોલીસે કબજે લીધો છે. તેણીએ છેલ્લા બે દિવસમાં કોની કોની સાથે વાતચીત કરી છે તેની પણ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું પોલીસસૂત્રોએ જણાવ્યું હતું.

--------------

‘’