અમદાવાદ-

સૌરાષ્ટ્ર્ર-કચ્છ સહિત રાયના મોટાભાગના વિસ્તારોમાં આજે લઘુત્તમ તાપમાનનો પારો ૧ થી ૨ ડિગ્રી જેટલો ઊચકાયો છે અને તેના કારણે ઠંડીનું જોર સાવ ઘટી જવા પામ્યું છે. વલસાડ અને ગાંધીનગરમાં ઠંડીનું જોર યથાવત રહ્યું છે અને આ બંને શહેરોમાં લઘુત્તમ તાપમાન ગઈકાલની માફક આજે પણ ૧૩ ડિગ્રી નોંધાયું છે.

સુરત,પોરબંદર,વેરાવળ,ભાવનગર,દ્રારકા, ઓખા, ભુજ, નલિયા, કંડલા, વલસાડ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે ભેજના પ્રમાણમાં એકાએક જોરદાર વધારો થયો છે. સરેરાશ ૮૦ ટકા જેટલું ભેજનું પ્રમાણ દરિયાકાંઠાના વિસ્તારોમાં રહ્યું છે અને વલસાડમાં ૯૬ ટકા ભેજ નોંધાયો હતો , સવારે ગાઢ ધુમ્મસ છવાયું હતું. રાજકોટમાં આજનું લઘુતમ તાપમાન ૧૬.૫ કેશોદમાં ૧૬ ભાવનગરમાં ૧૭.૭ પોરબંદરમાં ૧૮ વેરાવળમાં ૧૯.૯ દ્રારકામાં ૨૦ ઓખામાં ૨૧.૮ ભુજમાં ૧૯.૪ નલિયામાં ૧૫.૪ સુરેન્દ્રનગરમાં ૧૬.૮ કંડલામાં ૧૭ અમરેલીમાં ૧૫.૮ મહત્પવામાં ૧૪.૯ વિધાનગરમાં ૧૬.૮ અને દીવમાં ૧૬ પણ ચાર ડિગ્રી રહેવા પામ્યું છે