હુજરત પાગા ખાતેના મતદાન મથક પર આવતા મતદારોને ભાજપના કમળના ચિહન વાળી કાપલીઓ પર મતદારોને નંબર લખીને આપવામાં આવતા અને આવી ચિઠ્ઠી લઈને મતદારો મતદાન મથક પર પહોંચતા વિવાદ સર્જાયો હતો. જેથી આ બાબતને રંગેહાથ પકડી પાડીને રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટી દ્વારા કલેક્ટરને ફરિયાદ પુરાવા સહ કરવામાં આવી હતી.

યુવતીએ લગ્નવિધિ પહેલાં મતદાન કર્યું

મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી દરમિયાન શહેરમાં અનેક સ્થળે આજે લગ્નપ્રસંગ હતા. જેમાં સમા વિસ્તારમાં રહેતી યુવતીનું આજે લગ્ન હતું. પરંતુ તે પહેલાં યુવતી તેના ભાઈ સાથે ઊર્મિ સ્કૂલ ખાતે મતદાન કરવા આવી હતી અને મતદાનની પોતાની ફરજ નિભાવી હતી.સમા વિસ્તારમાં રહેતી યુવતી અંકિતાના આજે લગ્ન હતા. આજે દિવસ દરમિયાન લગ્નની બીજી વિધિઓ પણ હતી, પરંતુ તે પહેલાં સવારે અંકિતા તેના બે ભાઈઓ સાથે મતદાન કરવા આવી પહોંચી હતી. અંકિતાએ કહ્યું હતું કે, મતદાન દરેકે અવશ્ય કરવું જાેઈએ. આ પણ એક આપણી મહત્ત્વની ફરજ છે. અંકિતાના ભાઈઓએ કહ્યું હતું કે, શહેરના વિકાસ અને રાજ્ય તેમજ દેશની પ્રગતિ માટે કામ કરે તેવા ઉમેદવાર માટે મતદાન કરવું જાેઈએ.