માસ્ક વગર નિકળેલાઓ ૫ર વર્દીનો રોફ ઝાડનારું તંત્ર, કોરોનાને કાબૂમાં રાખ્યાની ડંફાસો હાંકતી હાકેમ એન્ડ કંપની અને સ્વચ્છતા ઝુંબેશોના ઝંડા ગાડતા અંધભકતોની જાણ સારું - અકોટા સ્મશાનની નજીક આ જગ્યાએ સરકારી અને આ વિસ્તારના ખાનગી દવાખાનાઓમાં સારવાર લેતાં કોરોના પેશન્ટ માટે વપરાયેલ મેડિકલ - સર્જિકલ સાધનોનો વેસ્ટ અહીં ખૂલ્લેઆમ ડમ્પ થાય છે. ટ્રેકટરોના ટ્રેકટરો ભરીને લવાતો આ મેડિકલ વેસ્ટ પોતે જ કોરોના કેરિયર - કોરોના સ્પ્રેડર બની રહ્યો છે.